ભાખરવડી

Rina Suthar
Rina Suthar @cook_17606291

#JS

ભાખરવડી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#JS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પડ માટે:
  2. 400 ગ્રામચણાનો લોટ
  3. 100 ગ્રામઘઉં નો લોટ
  4. મીઠું
  5. મરચું
  6. તેલ પ્રમાણસર
  7. ફિલિંગ માટે:
  8. 200 ગ્રામચણાનો લોટ
  9. 100 ગ્રામચણાની ઝીણી સેવ
  10. 25 ગ્રામસૂકું કોપરું
  11. 1 ટેબલસ્પૂનતલ
  12. 1 ટેબલસ્પૂનખસખસ
  13. 1 ટેબલસ્પૂનગરમ મસાલો
  14. 1 ટેબલસ્પૂનધાણાજીરું
  15. મીઠું
  16. મરચું
  17. ખાંડ
  18. આમચૂર પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચટણી: 50 ગ્રામ શિંગદાણા, 10 કળી લસણ,1 ચમચો લાલ મરચું, મીઠું અને ગોળ નાંખી વાટી,ચટણી બનાવવી. વાટતી વખતે થોડું પાણી નાંખી રસાદાર (ચોપડાય તેવી) બનાવવી.

  2. 2

    ચણાનો અને ઘઉં નો લોટ ભેગો કરી, તેમાં મીઠું, થોડીક હળદર અને તેલ નું મોણ નાંખી, કઠણ કણક બાંધી,કેળવી તૈયાર કરવી.

  3. 3

    ચણાના લોટમાં મીઠું, મરચું અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. પેણીમાં તેલ મૂકી, ભજિયા તળી લેવાં.ઠંડા પડે એટલે ખાંડી, ચાળી,રવાદાર ભૂકો બનાવવો.તેમાં ચણાની સેવ નાંખવી. સૂકા કોપરા ને છીણી,શેકી ઠંડુ પડે અેટલે હાથથી મસળી,ભૂકો કરી અંદર નાખવું. પછી શેકેલા તલ,શેકેલી ખસખસ,મીઠું, ગરમ મસાલો, ધાણાજીરું, ખાંડ અને આમચૂર નાંખી ને ફિલિંગ માટે મસાલો તૈયાર કરવો.

  4. 4

    કણકમાંથી પાતળો,મોટો રોટલો વણી,તેના ઉપર ચટણી લગાડી મસાલો પાથરવો.પછી તેનો સખત વીંટો વાળી કટકા કરવા. કટકા ને હાથથી દબાવી,તેલમાં તળવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Suthar
Rina Suthar @cook_17606291
પર

ટિપ્પણીઓ

Similar Recipes