વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#EB
વેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે.

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)

#EB
વેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
4 લોકો
  1. શાકભાજી સાંતળવાં:
  2. મિડીયમ સાઈઝ ના બટાકા
  3. ૨૦૦ ગ્રામ ફ્લાવર
  4. ૧૫૦ ગ્રામ વટાણા
  5. ગાજર
  6. કેપ્સીકમ
  7. ૪-૫ ટે સ્પૂન તેલ
  8. ગ્રેવી માટે
  9. ૩-૪ નંગ ડુંગળી
  10. ૪-૫ નંગ ટામેટા
  11. ૮-૧૦ કળી લસણ
  12. ૧ નંગ નાનો આદુ નો ટુકડો
  13. ૨-૩ ટે સ્પૂન મગજતરી ના બી
  14. ૧૦-૧૨ નંગ કાજુ
  15. ૨-૩ ટે સ્પૂન તેલ
  16. મીઠું સ્વાદમુજબ
  17. ૨ નંગઆખા કાશ્મીરી મરચાં
  18. ૧/૨ ચમચીહળદર
  19. ૧/૨ ચમચીગરમ મસાલો
  20. ૧/૨ ચમચીધાણાજીરૂ
  21. લસણ મરચાં ની ચટણી માટે
  22. ૪ નંગઆખા લાલ મરચાં
  23. ૭-૮ કળી લસણ
  24. ૨૦૦ ગ્રામ પનીર
  25. ૪-૫ નંગ મરી
  26. નાનો ટુકડો તજ
  27. તમાલપત્ર
  28. બાદીયા નું ફૂલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી સમારી લેશું હવે બટાકા અને ફ્લાવર નો ઉકળતા પાણી માં બોઈલ કરી લેશું હવે વટાણા ગાજર ને પણ થોડા બોઈલ કરી લેશું

  2. 2

    હવે એક પેન માં તેલ મૂકી બધા શાકભાજી સાંતળી લેશું અને પેન માંથી બહાર કાઢી લેશું

  3. 3

    હવે એક કડાઈ માં તેલ મૂકી ગ્રેવી તૈયાર કરશું એ માટે ડુંગળી, ટામેટા, મગજતરી ના બી, કાજુ, આદુ, આખા લાલ મરચાં, હળદર, મરી, લવીંગ,તજ આ બધુ તેલ માં સાંતળી લેવું થોડું પાણી ઉમેરી બરાબર કૂક કરી લેવું

  4. 4

    હવે ગ્રેવી નું મિશ્રણ ઠંડુ કરી મિક્ષર માં પીસી લેવું

  5. 5

    હવે આખા લાલ મરચાં ને ગરમ પાણી માં ૧૦ મિનિટ માટે પલાળવું એક મિક્ષર જાર માં મરચા લસણ ઉમેરી પીસી લેવું

  6. 6

    હવે એક કડાઈ માં તેલ મૂકી તમાલપત્ર અને બાદીયા નું ફૂલ ઉમેરવું હવે લસણ મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળી લેવું એમાં ડુંગળી ટામેટા નીી પેસ્ટ સાંતળી લેવી બધાં સાતળેલા શાક ઉમેરી ૮-૧૦ મિનિટ ધીમા તાપે કૂક કરી લેવું

  7. 7

    તો તૈયાર છે વેજ કોલ્હાપુરી. સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes