વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#EB
#WEEK8
વેજ કોલ્હાપુરી કોલ્હાપુર નુ પ્રખ્યાત ફુડ છે.તેમાં મિક્સ વેજ હોવાથી હેલ્ધી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે નાન ,પરોઠા, બટર રોટી સાથે ખવાય છે.

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)

#EB
#WEEK8
વેજ કોલ્હાપુરી કોલ્હાપુર નુ પ્રખ્યાત ફુડ છે.તેમાં મિક્સ વેજ હોવાથી હેલ્ધી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે નાન ,પરોઠા, બટર રોટી સાથે ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧/૨બાઉલ સમારેલી ફલાવર
  2. ૧/૨બાઉલ સમારેલા ગાજર
  3. ૧/૨બાઉલ સમારેલા બીન્સ
  4. ૧/૨બાઉલ લીલા વટાણા
  5. ડુંગળી સમારેલ
  6. નાનું શીમલા મિર્ચ સમારેલ
  7. ૧/૨ટે.સ્પુ. હળદર
  8. ટે.સ્પુ. ગરમ મસાલો
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીમરી પાઉડર
  11. મીઠું જરૂર મુજબ
  12. ૧/૨ નાની વાટકીતેલ
  13. ૨ ચમચીબટર
  14. થોડી સમારેલી કોથમીર
  15. ગ્રેવી માટે
  16. કાશ્મીરી લાલ મરચાં
  17. મિડિયમ લાલ ટામેટાં સમારેલ
  18. ૧ ચમચીજીરું
  19. તમાલપત્ર
  20. ૧ ટુકડોતજ
  21. ૪-૫ મીરી
  22. ૨-૩ ઇલાયચી
  23. ૬-૭ લસણની કળી
  24. ૧/૨ઈચ આદુનો કટકો
  25. ફૂલ જાવિત્રી
  26. ૧-૪ કટકો જાયફળ
  27. ૧/૨ વાટકીકાજુ
  28. લીલું મરચું સમારેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરી ફ્લાવર, ગાજર, બીન્સ અને વટાણા આછા ગુલાબી ફ્રાય કરી કાઢી લો.

  2. 2

    હવે એ જ પેનમાં જીરું નાખી ગ્રેવી માટે ની બધીજ સામગ્રી ફ્રાય કરી કાઢી લો. ઠંડી પડે એટલે મિક્સરમાં પીસી ગ્રેવી બનાવી લો.

  3. 3

    હવે પેનમાં તેલ ગરમ કરી ડુંગળી સાતળી શીમલા મિર્ચ સાતળો. પછી હળદર, લાલ મરચું, મરી પાઉડર, મીઠું,ગરમ મસાલો નાખી થોડી સેકન્ડ શેકી ગ્રેવી નાખી બરાબર મિક્ષ કરી ૨-૩ મિનિટ પકાવો. પછી ફ્રાય કરેલ વેજ નાખીને બરાબર મિક્ષ કરી ૩-૪ મિનિટ પકાવો.

  4. 4

    હવે બટર એડ કરી મિક્સ કરી ગેસ બંધ કરી દો. કોથમીર સ્પ્રેડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes