વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#EB
Week 8
વેજ કોલ્હાપૂરી સ્પેશિયલ ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન ડીશ છે જે કોલ્હાપુરની સ્પેશ્યલ કોલાપુરી મસાલા માંથી બનાવવામાં આવે છે અને એકદમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ તૈયાર થાય છે તો તમે પણ માણો વેજકોલ્હાપુરી...

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)

#EB
Week 8
વેજ કોલ્હાપૂરી સ્પેશિયલ ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન ડીશ છે જે કોલ્હાપુરની સ્પેશ્યલ કોલાપુરી મસાલા માંથી બનાવવામાં આવે છે અને એકદમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ તૈયાર થાય છે તો તમે પણ માણો વેજકોલ્હાપુરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30/35 મિનિટ
2 સર્વિંગ્સ
  1. મસાલો બનાવવા માટે
  2. 2-3ઇલાયચી
  3. 2-3લવંગ
  4. થોડામરી
  5. 2 ટુકડાતજ
  6. ચમચીઆખા ધાણા અડધી
  7. ૧ ચમચીતલ
  8. 1/2 કપ છીણેલું કોપરું અથવા તો કોપરાની છીણ
  9. ગ્રેવી બનાવવા માટે
  10. ઝીણી સમારેલી ડુંગળી-2
  11. 3ઝીણા સમારેલા ટામેટા
  12. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  13. 2 ચમચીધાણાજીરું
  14. 2 ચમચીલાલ મરચું પાઉડર
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 1 ચમચીહળદર
  17. સ્વાદ અનુસારમીઠું
  18. 1/2 કપ ફ્લાવર સમારેલું
  19. 1/2 કપ કેપ્સિકમ સમારેલું ટુકડામાં
  20. નાની વાડકીવટાણા લીલા
  21. ૧ નાની વાટકીફણસી નાના મીડિયમ સાઇઝના કાપેલી
  22. ૧ નાની વાડકીમકાઈ ના દાણા
  23. 1/2 કપ પનીર જો ઉમેરવું હોય તો
  24. 1/2 કપ બટાકા કયુબમાં કાપેલા

રાંધવાની સૂચનાઓ

30/35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન ગરમ કરી તેમાં તેલ નાખો તેલ ગરમ થાય એટલે જે મસાલો બનાવવા માટે ના સુકા મસાલા છે તેને પહેલા શેકી લો થોડું સેકાઈ ગયા પછી તેની અંદર કોપરું અને તલ નાંખો સુગંધ આવે ત્યાં સુધી શેકવાનું છે કોપરું થોડું બ્રાઉનકરવાનું કોપરું શેકાઈ ગયા પછી એને આ મિશ્રણને મિક્સરમાં લઈ અને સ્મૂધ પેસ્ટ બનાવી લો જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે

  2. 2

    એક સ્ટીમરમાં અથવા તો કુકર પ્રેશર ની અંદર કેપ્સીકમ સિવાયના બધા જ શાકભાજી બાફી લેવાના છે તમને જે રીતે ફાવતું હોય એ રીતેબાફી લેવાં

  3. 3

    હવે એ જ પેન ની અંદર તેલ ગરમ કરવા મૂકો તેમાં તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરો અને ડુંગળી ઉમેરીને સાંતળી લો થોડીવાર સાંતળી લીધાપછી તેની અંદર આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને સાંતળી લો પછી ટામેટા મિક્સ કરો અને થવાદો હવે બાકીના બધા મસાલા એડ કરીને બરાબર મિક્સ કરી સાંતળી લો થોડી વાર થવા દીધા પછી જે પેસ્ટ તૈયાર કરી છે ઉપર આપણે તે ઉમેરીને બરાબર સાંતળી લો. પાંચથી છ મિનિટ પછી તેની અંદર કેપ્સીકમ ઉમેરી લેવાનું છે.

  4. 4

    કેપ્સીકમ ઉમેરી લીધા પછી પાંચથી છ મિનિટમાં કેપ્સીકમ ફ્રાય થઈ જશે પછી બાકી ના શાકભાજી અંદર ઉમેરી લેવાના છે અને બરાબર મિક્સ કરી લેવાના છે જો તમને થોડું રસાવાળું જોઈતું હોય તો તમે પાણી એડ કરી શકો છો. જો પનીર ઉમેરવું હોય તો આ સ્ટેજ પર પનીર ઉમેરી શકો છો તમે. પનીર ઉમર્યા બાદ બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે

  5. 5

    શાક તૈયાર છે ઉપરથી ક્રીમ નાખીને ગરમ ગરમ નાં અથવા તો રોટી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

ટિપ્પણીઓ (4)

Similar Recipes