બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)

Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચણા નો લોટ
  2. ૧/૪ કપઘી
  3. ૧/૨ કપતગાર (બુરુ સાકર)
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  5. ૧ ચમચીપિસ્તા કતરણ
  6. ૧ ચમચીબદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પરાત કે થાળી મા ચણા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો. અને તેને એક સાઈડ મા રાખી લ્યો.

  2. 2

    એક ભારે તળીયા વાળી કડાઈ મા ધીમી આચ ઉપર ઘી ને ગરમ કરો. અને જ્યારે ઘી થોડુ ગરમ થઈ ને પીગળી જાય ત્યારે તેમા બેસન ને નાખો.

  3. 3

    આને સારી રીતે ચમચા થી મીક્સ કરી લ્યો. લગાતાર ચમચા થી હલાવતા રહેવુ જ્યારે બેસન સારી રીતે શેકાય જાય ત્યારે તેમા સારી સુગંધ આવા લાગે છે. અમા લગભગ ૮ થી ૧૦ મીનીટ નો સમય લાગી શકે છે.

  4. 4

    ગેસ ને બંધ કરી લ્યો ઇલાયચી પાઉડર ને નાખી ને સારી રીતે મીક્સ કરી લ્યો. એકદમ ઠંડું થાય પછી તેમાં તગાર એટલે કે સાકર નું બુરુ ઉમેરી આ મીશ્રણ ને સારી રીતે મીક્સ કરી લ્યો.

  5. 5

    આ મીશ્રણમા થી ગોળ લાડુ બનાવી લ્યો. તમારા હાથ થી બરાબર વાળી ને આ લાડુ બનાવો.બદામ પાસ્તા ની કતરણ થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
પર

Similar Recipes