ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

#EB
#week10
ઘઉંની ફાડા લાપસી આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગે બધાં ને ઘરે બનતી હોય છે. સાથે સાથે ઘઉંના ફાડા
પોષકતત્વો ની દ્વષ્ટિ એ પણ ખૂબ જ અગત્યના ધરાવે છે.ઘઉંના ફાડા જેને હિન્દી માં દલીયા કહેવાય છે તેમાં વિટામિન B1,B2 , ફાઈબર ઉપરાંત બીજા પણ ઘણા બધા પોષકતત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે.દલીયા ખાવાથી પોષક તત્ત્વો ની પુર્તિ થઈ જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નો અહેસાસ પણ નથી થતો.દલીયા ન માત્ર સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ વજન ઘટાડવા માટે સૌથી મદદરૂપ શ્રેષ્ઠ આહાર છે ,તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ ખૂબ ઉપયોગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ થી ૪૦ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. વાટકો ઘઉંના ફાડા
  2. ૪ ચમચીઘી + ૧ ચમચી છેલ્લે ઉમેરવા
  3. વાટકા પાણી
  4. વાટકો ખાંડ (આખો નહીં કાપી ને)
  5. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  6. ૨-૩ ચમચી કાજુ -દ્વા્ક્ષ -બદામ

રાંધવાની સૂચનાઓ

૩૫ થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ મુકી તેમાં ઘઉંના ફાડા ઉમેરી ધીમે તાપે શેકો અને હલાવતા રહેવું.

  2. 2

    બીજી બાજુ તપેલી માં ત્રણ ગણુ પાણી ગરમ મુકવું. ફાડા ને લાલ શેકવા.

  3. 3

    હવે તેમાં ગરમ પાણી ઉમેરી ઢાંકીને થોડી વાર થવા દો, બાદ ઇલાયચી પાઉડર ઉમેરો અને મીક્સ કરો.

  4. 4

    હવે તેમાં કાજુ-બદામ-દ્વાક્ષ ઉમેરો. મીશ્રણ માં પાણી બળી જાય એટલે ખાંડ નાખી મીક્સ કરી થવા દો.

  5. 5

    છેલ્લે ૧ ચમચી ઘી ઉમેરી ઢાંકણ ઢાંકી કઢાઈ નીચે માટીની તાવડી મુકી એકદમ ધીમા તાપે ૧૦ મિનિટ સીજવા દો. ફાડા લાપસી એકદમ છુટી થશે.

  6. 6

    ડીશમાં લાપસી સર્વ કરી ઉપર થી બદામ ની કતરણ, દ્વાક્ષ અને કાજુ થી ગાર્નિશ કરી સર્વ કરો.

  7. 7

    તો તૈયાર છે ફાડા લાપસી.😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes