ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

#EB Week 10
ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,
આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે.

ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

#EB Week 10
ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,
આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ જણા માટે
  1. ૨ નાની વાટકીઘઉંના ફાડા
  2. ૩ નાની વાટકીસાકર (સ્વાદ મુજબ) રાખવી
  3. ૨૦ નંગ કાજુ બદામ
  4. ૧ ચમચીવરિયાળી
  5. ૩ ચમચીઘી
  6. જે વાટકી થી ઘઉંના ફાડા નું માપ કર્યું છે તેનાથી અઢી ગણું પાણી
  7. એટલે ૨ વાટકી ફાડા તો પાંચ વાટકી પાણી લેવું

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં ઘી મૂકી અને કાજુ, બદામ ઘીમાં સાંતળી લેવા. પછી તેને એક બાજુ કાઢી અને ઘઉંના ફાડાને શેકી લેવા. ફાડા ધીમા તાપે શેકવા તેનો કલર થોડો સફેદ થઈ જશે તો સમજવું કે ફાડા શેકાઈ ગયા છે.

  2. 2

    હવે તેમાં માપ પ્રમાણે પાણી અને સાકર ઉમેરી વરીયાળી ઉમેરી અને મધ્યમ આંચ પર કુકરમાં ૫ સીટી વગાડી લેવી. ત્યારબાદ કુકર ને ઠંડુ થવા દેવું. પછી તેમાં કાજુ, બદામ એડ કરી અને જમવા ના ઉપયોગમાં લેવું.

  3. 3

    તો તૈયાર છે ફાડા લાપસી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Similar Recipes