સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#RC2
#white recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 500 ગ્રામઢોકળા નો તૈયાર ખીરુ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1મોટો બાઉલ કોથમીર મરચાની લીલી ચટણી
  4. વઘાર માટે
  5. 2 ચમચીતેલ
  6. 1 ચમચીરાઈ
  7. ૧ ચમચીતલ
  8. ચપટીહિંગ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઢોકળા ના ખીરામાં મીઠું નાખી પાણી રેડી ખીરું તૈયાર કરો. તેને પાંચ મિનિટ રેસ્ટ આપો. ઢોકળીયામાં પાણી રેડી થાળી માં તેલ લગાવી ગરમ મૂકો. હવે ગરમ કરેલી થાળીમાં થોડો ખીરું રેડી અધકચરું ચડે પછી તેના ઉપર લીલી ચટણી નું થર કરો.પછી તેના પર ફરીથી ખીરા નું થર કરો.

  2. 2

    15 મિનિટ સુધી ઢોકળા ને બાફવા મુકો. પછી ગેસ બંધ કરી તેને ઠંડા થવા દો. તેના ચોરસ ટુકડા કરી લો. વઘારીયા માં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, તલ ને હીંગનો વઘાર કરી ઢોકળા ઉપર રેડી દો. પછી કોથમીર ભભરાવો.

  3. 3

    સેન્ડવીચ ઢોકળાને એક પ્લેટમાં લઈ તેને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Priyangi Pujara
Priyangi Pujara @TheDivine
Kyarek dhokla bafti vakhate chutney kali padi jay chhe. Tamare saras colour chhe. Mari kya bhul thati hashe?

Similar Recipes