સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#CB5
Week 5

શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૫૦૦ ગ્રામ ઈડલી નુ ખીરુ
  2. ૧ વાટકો લીલી ચટણી
  3. ૧/૨ ચમચીરાઈ જીરુ (વઘાર માટે)
  4. ૧ ચમચીતલ (વઘાર માટે)
  5. ૩ ચમચીતેલ (વઘાર માટે)
  6. ૫-૬ લીમડાના પાન
  7. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા ખીરાને બે અલગ એક સરખા ભાગ કરીને વાસણમાં કાઢી લેવું. પછી એક ભાગમાં લીલી ચટણી ઉમેરી અને મિક્સ કરી લેવી. અને એક ભાગ સફેદ જ રહેવા દેવો.

  2. 2

    પછી ઢોકળાની ડિશ ને તેલ થી ગ્રીસ કરી તેમાં પહેલા સફેદ ભાગ ને વરાળમાં દસેક મિનિટ સુધી ઢાંકીને બાફવા મૂકો.

  3. 3

    પછી ઢોકળાની આ સફેદ લેયર ચડી જાય એટલે તેમાં લીલી ચટણી વાળું મિશ્રણ પાથરવું. પછી આ લેયર ને પણ દસેક મિનિટ સુધી ચડવા દેવી.

  4. 4

    આ રીતે બીજી લેયર ચડી જાય પછી તેમાં પાછી સફેદ લેયર પાથરવી. અને તેમાં ઉપરથી લાલ મરચું ભભરાવીને પાછું ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ચડી જવા દેવું. ત્યારબાદ ચપ્પુની મદદથી ચેક કરી લેવું.

  5. 5

    ઢોકળા ચડી જાય એટલે તેના ચપ્પુની મદદથી પીસ કરી લેવા. સેન્ડવીચ ઢોકળા આ રીતે ત્રણ લેયરમાં બને છે.

  6. 6

    હવે સેન્ડવીચ ઢોકળા ને વધારવા માટે પેન માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું, તલ અને લીમડો નાંખીને ઢોકળા નો વઘાર કરવો પછી તેમાં સ્વાદ મુજબ ખાંડ ઉમેરી અને હલાવી લેવા.

  7. 7

    હવે તૈયાર છે સેન્ડવીચ ઢોકળા. તેને ગરમાગરમ સર્વ કરો અને એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes