ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati)

ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા(Trirangi sandwich dhokla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 5 થી 6 કલાક આથો આવેલું ઢોકળાનું ખીરું લો......તેમાં એક કટોરી તેલનું મ્હોણ અને મીઠું ઉમેરી દો....ત્યાર પછી ત્રણ અલગ બાઉલમાં ત્રણ ભાગ કરો...બે ભાગ એક સરખા અને એક ભાગ માં થોડું ઓછું ખીરું રાખો....
- 2
હવે ઉપર મુજબ ની સામગ્રી વડે
મીક્ષર જારમાં લીલી ચટણી વાટી લો... - 3
એક સ્ટીમર અથવા ઢોકળિયામાં પાણી ગરમ કરવા મુકો....એક થાળી ને તેલ લગાવી એક ભાગનું સફેદ ખીરું લઈ તેમાં ઈનો અને એક ચમચી પાણી નાખી ખૂબ ફીણી ને થાળીમાં પાથરી વરાળે ઢાંકીને બાફી લો.....
- 4
હવે જે ઓછું ખીરું છે તેમાં ગ્રીન ચટણી ઉમેરી ઈનો ને પાણી નાખી સફેદ ઢોકળા ની ઉપર પાથરી દો અને પાંચ મિનિટ માટે સ્ટીમ કરો.....ત્યાર બાદ ત્રીજા ભાગ ના ખીરામાં હળદર ઉમેરી એ જ પદ્ધતિથી ગ્રીન ઢોકળા પર પાથરીને ઢાંકી દો...7 થી 8 મિનિટ માં થઈ જશે....હવે એક ચપ્પુ વડે ચેક કરી લો તૈયાર થાય એટલે થાળી બહાર કાઢી ઠંડુ થવા દો એટલે સરસ પીસ થશે....મિત્રો હવે ઠંડા થઈ ગયા છે...કાપા પાડી દો.....
- 5
જેમને બાફેલા મુઠીયા ભાવતા હોય એ લસણ ની ચટણી અને શીંગ તેલ સાથે સ્વાદ માણી શકે છે...હવે વઘાર માટે તેલ મુકો....તેલ ગરમ થાય એટલે રાઈ.. જીરું..હિંગ લીમડો નાખી ફૂટે એટલે ઢોકળા ના નાના પીસ ઉપર રેડી દો...મેં કોપરા અને દાળિયા ની ચટણી સાથે સર્વ કર્યા છે...તો તૈયાર છે ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા...તમે પણ મનપસંદ ચટણી સાથે સર્વ કરો..
Similar Recipes
-
મેથીની ભાજીના ઢોકળા(Methi ni bhajina dhokla recipe in gujarati)
#GA4 #week19#Methiપોસ્ટ -29 ગુજરાતી વાનગી ઢોકળા આખા વિશ્વ માં પ્રખ્યાત અને લોકપ્રિય છે....તેમાં લીલી મેથીના પાન ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ બેવડાઈ જાય છે ...બાફેલા પણ બ્રેકફાસ્ટ...લન્ચ કે ડીનર સાથે લઈ શકાય છે...હેલ્ધી ડીશ માં ગણાય છે... Sudha Banjara Vasani -
-
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઈલ રેસિપી લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍 Sudha Banjara Vasani -
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR : ત્રિરંગી ઢોકળા૧૫ મી ઓગસ્ટ ની થીમ ઉપર મે ત્રિરંગી ઢોકળા બનાવ્યા. અમારા ઘરમાં બધાને ઢોકળા ખૂબ જ ભાવે છે તો આજે મેં ઈડલીના ખીરામાંથી ઇન્ડિયાના ફ્લેગ ના કલર ના ત્રીરંગી ઢોકળા બનાવ્યા . Sonal Modha -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
-
રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Cookpadgujarati રાગી કે નાચલી (finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે. આ એકદમ હેલ્ધી રાગી ના ઢોકળા બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ આવા ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી, તો મજા પડી જાય.. Daxa Parmar -
મેથીની ભાજીના ક્રિસ્પી મુુુઠીયા(Methi ni bhaji na krispy muthiya)
#સુપરશેફ2#ફ્લોર્સ_લોટ#week2પોસ્ટ - 14 મિત્રો વરસાદી ભીની મોસમ માં ચા ની ચુસ્કી સાથે ગરમ ગરમ નાસ્તો મળી જાય અને તે પણ ચટપટો તો તો સવાર માં મજ્જા પડી જાય...🙂....મેથીની ભાજી ના તળેલા મુઠીયા all time fevorite હોય છે નાસ્તામાં પણ ચાલે અને રસા વાળા શાકમાં પણ ઉમેરી શકાય...અને એર ટાઈટ ડબ્બામાં અઠવાડિયું સારા રહે છે...ચાલો બનાવીયે.... Sudha Banjara Vasani -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujarati# food lover Amita Soni -
લસણિયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5ઢોકળા ઘણી રીતે બનાવવામાં આવે છે. બેસનના ઢોકળા, ચોખા તેમજ ચણા ના લોટ ના, ઈડલીના બેટર માંથી તેમજ સોજીના ઢોકળા પણ બનાવે છે. ઘણા લોકો સાદા ઢોકળા, ખાટા ઢોકળા, ગળ્યા ઢોકળા ,તેમજ સેન્ડવીચ ઢોકળા બનાવે છે. મેંઅહીં લસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
દાબેલી ઢોકળા કેક(Dabeli dhokla cake recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૩ફ્યુઝન અને ટેસ્ટી, નવીન બધા નાના અને મોટા ને ભાવતી ચટપટી વાનગી જે ખુબજ ઓછા સમયમાં બને છે. Avani Suba -
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla recipe in Gujarati)
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ઢોકળા સ્ટીમ થયેલા હોય એટલે તેલ પણ ઓછું જાય અને ટેસ્ટ માં તો સરસ હોય જ!! સેન્ડવીચ ઢોકળાં મારા શૌથી વધારે ફેવરેટ છે; આ અને ટેસ્ટી નાસ્તો બની પણ જલદી જાય છે. 😊આજે મેં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં બનાવ્યાં છે.આ ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... અને એકદમ સરસ રુ જેવા પોચા... 😀 આ માં બીજી એક સારી વસ્તુ એ કે ચટણી અંદરજ હોય એટલે બીજા કશા ની જોડે જરુર જ નહીં...ઘરમાં તો બધા ને બહુ જ ભાવ્યાં...😋😋તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?તમે પણ જરુર થી બનાવજો; અને કેજો કે કેવાં લાગ્યાં!!😋😋😍😊🤤#સ્ટીમ#વિકમીલ૩#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોસા નું ખીરું વધ્યું હોઈ ત્યારે બીજે દિવસે આ બનાવું છું. Pankti Baxi Desai -
-
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
ત્રિરંગી ફ્યુઝન સેન્ડવીચ ઢોકળા(tirangi fusion sandwich dhokla in
કોઇ કૃત્રિમ રંગ વાપર્યા વિના, દેખાવમાં આકર્ષક અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આપણા ગુજરાતની સૌથી પ્રસિધ્ધ વાનગી,થોડાક ટ્વીસ્ટ સાથે બનાવી છે.#વીકમીલ૩#પોસ્ટ૩#સ્ટીમ્ડ#માઇઇબુક#પોસ્ટ૧૧ Palak Sheth -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટઢોકળા બધા ને ભાવે એવી વાનગી છે. એ વનપોટમીલ તરીકે પણ ખવાય છે. તેને બ્રેકફાસ્ટ અને ડીનર બંને માં લઈ શકાય છે. તેને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એમાં ચટણી નું લેયર કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Harita Mendha -
આલુ મટર સ્ટફ ગ્રીલ સેન્ડવીચ (Alu matar stuffed grill sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28 રવિવારની વરસાદી સવારે ઘણી વાર ગરમ નાસ્તા માટે કિચનમાં ગેસ પાસે જવાની મરજી નથી થતી....ને બ્રેડ તેમજ બટાકા જેવા સરળતાથી ઉપલબ્ધ ઘટકો ઘરમાં જ હોય તો પછી ડાઇનિંગ ટેબલ પર જ ગ્રીલ સેન્ડવીચ જેવો બ્રેકફાસ્ટ આરામથી માણી શકાય છે... અને હા સાથે ચા ની ચુસ્કી લેવાની ય મોજ પડી જાય.... Sudha Banjara Vasani -
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા કોઈન્સ
#CB5 #Week5 #ત્રિરંગીસેન્ડવીચઢોકળાકોઈન્સ#ત્રિરંગીસેન્ડવીચઢોકળાકોઈન્સ#Tricolour #RDS#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (3)