રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#RC3
Red colour recipes
રેઇન્બો ચેલેન્જ
આ ગ્રેવી દરેક પંજાબી શાક...મિક્સ વેજ. સેન્ડવીચ સ્પ્રેડ...કે સોસ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે...બનાવીને ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો જેથી જરૂર હોય ત્યારે ઈન્સ્ટન્ટ સબ્જી બનાવી શકાય.

રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy Recipe In Gujarati)

#RC3
Red colour recipes
રેઇન્બો ચેલેન્જ
આ ગ્રેવી દરેક પંજાબી શાક...મિક્સ વેજ. સેન્ડવીચ સ્પ્રેડ...કે સોસ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે...બનાવીને ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો જેથી જરૂર હોય ત્યારે ઈન્સ્ટન્ટ સબ્જી બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
ફૅમિલી
  1. 4 નંગડુંગળી
  2. 6-7લાલ મોટા ટામેટા
  3. 15કળી લસણ
  4. 1ઈંચ આદુ
  5. 2 નંગલીલા મરચા
  6. 1તજ સ્ટીક
  7. 3 નંગલવિંગ
  8. 1 નંગએલચો
  9. 3 ચમચીતેલ
  10. પેસ્ટ બનાવવા:-
  11. 10-12 નંગપલાળેલા કાજુ
  12. 2 ચમચીપલાળેલી ખસખસ
  13. 4 ચમચીબટર ગ્રેવી સાંતળવા
  14. 2 ચમચીકાશ્મીરી મરચું
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 1 ચમચીકસૂરી મેથી
  17. 2 ચમચીધાણાજીરું
  18. 2નાના ક્યુબ પ્રોસેસ ચીઝ
  19. 1 ચમચીખાંડ
  20. 3 ચમચીટોમેટો કેચપ
  21. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી....ટામેટા...આદુ...મરચા ના મોટા ટુકડા કરી લો...લસણની કળીઓ પણ ચોપ કરી લો....એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે સમારેલી સામગ્રી તેમજ તજ...લવિંગ...એલચો ઉમેરીને સાંતળી લો.

  2. 2

    સાંતળેલ મિશ્રણ ને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરો...ત્યાં સુધી એક મિક્સર જારમાં પલાળેલા કાજુ અને ખસખસ લઈ પેસ્ટ બનાવો...

  3. 3

    હવે ગ્રેવીનું મિશ્રણ ઠંડુ થઈ ગયું હશે એટલે એ જ મિક્સર જારમાં લઈ ક્રશ કરીને એક સુપની ગરણીથી ગાળી લો..

  4. 4

    બીજા એક પેનમાં બટર મુકો...એક ચમચી તેલ ઉમેરો...તેમાં ગ્રેવીનું મિશ્રણ અને કાજુ - ખસખસનું મિશ્રણ ઉમેરી સાંતળો....મસાલા કરો....ખાંડ ઉમેરો...વધારે તીખાશ ગમતી હોય તો મરચું પાઉડર વધારે ઉમેરી શકો....તેલ- બટર છૂટું પડવા આવે એટલે ચીઝ ક્યુબ છીણીને ઉમેરો...કસૂરી મેથી અને કેચપ તેમજ મીઠું ઉમેરી ને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરો.

  5. 5

    હવે આપણી રેડ મખની ગ્રેવી તૈયાર છે...આ ગ્રેવી ઠંડી થાય એટલે તેના ઉપયોગથી કોઈ પણ સબ્જી બનાવી શકો છો...સ્ટોર કરવા માટે એરટાઈટ કન્ટેનર માં ભરી ફિઝરમાં રાખી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes