રેડ વેજ. ફ્રૂટ સલાડ (Red Veg. Fruit Salad Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#RC3
Red colour recipes
રેઇન્બો ચેલેન્જ
આ રેસીપી એક One-Pot-Meal તરીકે લઈ શકાય....તેમજ ભોજન સાથે સાઈડમાં પીરસી શકાય...પ્રસંગોમાં આવા કલરફુલ સલાડ સજાવીને સર્વ કરવામાં આવતા હોય છે...આ સલાડ સ્વાદ....વિટામિન...કેલ્શિયમ અને ફાઈબર થી રીચ છે...

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 🌹વેજિટેબલ્સ:-
  2. 2 નંગમધ્યમ સાઈઝ બીટ
  3. 2 નંગટામેટા
  4. 1 નંગગાજર
  5. 4-5કોબીની દંડી
  6. 1 નંગકાકડી
  7. 1/4કેપ્સીકમ રેડ/ગ્રીન
  8. 🌹ફ્રૂટ્સ:-
  9. 5 ચમચીલાલ દાડમ ના દાણા
  10. 1 નંગલાલ સફરજન
  11. 3 નંગસંતરા ની ચીરી
  12. 2 ચમચીમમરા અથવા પૌવાનો ભૂકો
  13. 🌹સલાડ ડ્રેસિંગ માટે:-
  14. 1 ચમચીઓલિવ ઓઇલ
  15. 1 ચમચીલીંબુનો રસ/ચાટ મસાલો
  16. 1 ચમચીશેકેલ જીરું પાઉડર
  17. 1 ચમચીમરી પાઉડર
  18. 2 ચમચીટોમેટો કેચપ
  19. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  20. જરૂર મુજબ મીઠું
  21. કોથમીર સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલમાં દાડમ ના દાણા...ઝીણું સમારેલું બીટ...છાલ સાથે ઝીણું સમારેલું સફરજન...એક નંગ સમારીને ટામેટું...અને ઝીણી સમારેલી કોબીની દંડી મિક્સ કરો...જો રેડ કેપ્સીકમ હોય તો તે પણ સમારીને ઉમેરો..

  2. 2

    રેડ મિશ્રણ માં ટોમેટો કેચપ...કાશ્મીરી મરચું...જરૂર મુજબ મીઠું અને એક ચમચી મમરા અથવા પૌવાનો ભૂકો તેમજ ઓલિવ ઓઇલ ઉમેરી મિક્સ કરો અને બાઉલ ઢાંકીને 10 મિનિટ માટે ફ્રીઝ માં મુકો.

  3. 3

    હવે બીજા એક બાઉલમાં ઝીણું સમારેલું ગાજર...સમારેલી કાકડી...સમારેલી સંતરા ની ચીરી...સમારેલું ગ્રીન કેપ્સીકમ...લીંબુનો રસ અથવા ચાટ મસાલો...શેકેલ જીરું પાઉડર...મરી પાઉડર...જરૂર મુજબ મીઠું તેમજ એક ચમચી મમરા અથવા પૌવાનો ભૂકો ઉમેરી ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે ફ્રીઝમાં ઠંડુ થવા મુકો...

  4. 4

    બાકીનું ટામેટું લઈ તેમાંથી પતલી સ્લાઈસ કાપીને તૈયાર કરો....કોથમીર સમારી લો...હવે ફ્રીઝ માં થી સમારેલા સલાડના બન્ને બાઉલ બહાર લઈ લો...એક પહોળી સર્વિંગ પ્લેટમાં વચ્ચે ગાજર-સંતરા-કાકડી અને ગ્રીન કેપ્સીકમ વાળું સલાડ ગોઠવો...મમરા અથવા પૌવાનો ભૂકો ઉમેરવાથી સલાડ સોગી નહીં થાય અને પાણી છુટેલું હશે એ શોષાઈ જશે.

  5. 5

    વચ્ચે ગોઠવેલા સલાડની આસપાસ રેડ વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ વાળો સલાડ ગોઠવી ને સજાવો....હવે બાઉલની બોર્ડર ઉપર ટામેટાની સ્લાઈસ એરેન્જ કરીને મુકો...

  6. 6

    હવે આપણો પૌષ્ટિક...કેલ્શિયમ અને ફાઈબર થી ભરપૂર રેડ વેજિટેબલ્સ એન્ડ ફ્રૂટ સલાડ તૈયાર છે....કોથમીર થઈ ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes