સ્પીનચ આલ્મંડ સૂપ જૈન (Spinach Almond Soup Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#RC4
#green
#spinach
#soup
#healthy
#CookpadIndia
#COOKPADGUJRATI
પાલક એ આયન ,ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરેથી ભરપૂર છે. તેનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. તેમાં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે જે પાચનક્રિયાને સુધારે છે તેની સાથે મેં અહીં આલ્મંડ નો ઉપયોગ કર્યો છે, જેમાં કેલ્શિયમ અને વિટામિન સારા પ્રમાણમાં હોય છે આ બંનેના કોમ્બિનેશનમાં ઉપયોગ કરીને સૂપ તૈયાર કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. 250 ગ્રામપાલક
  2. 1મોટું ટામેટુ
  3. 1 ચમચીબદામ ની કતરણ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીબટર
  6. 1/4 ચમચી મરી પાઉડર
  7. ચારથી પાંચ ટીપા લીંબુનો રસ
  8. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર ની દાંડી
  9. ૧/૮ ચમચી સુક્કું આદું
  10. ૧/૪ ચમચીઝીણું સમારેલું લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાલકને ચપટી ખાંડ ઉમેરી 5થી 7 મિનિટ માટે લાંચ કરી ચાળણીમાં નિતારી તેને ઠંડા પાણીમાં ઉમેરી દો પછી મિક્સર જારમાં તેની પેસ્ટ તૈયાર કરો ટામેટાને પણ પાંચ કરી તેની પેસ્ટ તૈયાર કરી લો.

  2. 2

    એક નોનસ્ટિક કડાઈમાં બટર લઈ તેમાં બદામની કતરણ ને એક થી બે મિનીટ માટે સાંતળી લો પછી તેને એક પ્લેટમાં અલગ રાખો હવે તેના તેજ બટરમાં ટોમેટો પ્યુરી કોથમીર ની દાંડી અને સુકું આદું ઉમેરી એકથી બે મિનિટ માટે સાંતળો. પછી તેમાં લીલું મરચું ઉમેરી ને એકથી બે મિનિટ સાંતળો.

  3. 3

    હવે તેમાં પાલકની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો જરૂર પ્રમાણે અડધોથી એક કપ પાણી ઉમેરી ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરો. પછી તેમાં મીઠું અને મરી ઉમેરીને ફરી એકથી બે મિનિટ માટે કૂક કરો. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી દો.

  4. 4

    હવે સુપ ને સર્વિંગ બાઉલમાં લઈને પરથી બટરમાં સાતળેલી બદામની કતરણ ઉમેરીને ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes