પાલક નો સૂપ(Spinach Soup Recipe in Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#GA4
#Week16

Spinach soup

શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ પાલક
  2. ડુંગળી
  3. ૫-૬ કળી લસણ
  4. ચમચો ઘી
  5. ૧ ચમચીમરી પાઉડર
  6. ૧ ચમચીકોર્નફ્લોર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. /૨ ચમચી સંચળ પાઉડર
  9. ક્રીમ અને દાડમ ના દાણા ગાર્નિશ માટે
  10. ચમચા પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક,ડુંગળી અને લસણ લેવા.પાલક ને બે થી ત્રણ પાણી માંથી ધોઈ લેવી.

  2. 2

    ડુંગળી અને લસણ ને ઝીણું સમારવું.એક પેન માં ઘી લઈ તેમાં ડુંગળી અને લસણ સાંતળવા.પછી તેમાં પાલક એડ કરવી.

  3. 3

    પાલક ને પણ સાંતળવી.પાલક સંતળાઈ જાય પછી ગેસ બંધ કરવો.પાલક ના મિશ્રણ ને ઠરવા દેવું.પછી તે મિશ્રણ ને મિક્સર જાર માં લઈ તેની પેસ્ટ બનાવવી.

  4. 4

    એક પેન માં પાલક ની પેસ્ટ એડ કરી તેમાં કોર્નફ્લોર ની સલરી નાખવી.

  5. 5

    મિશ્રણ થોડું ઉકળે એટલે તેમાં મરી પાઉડર,મીઠું ને સંચળ પાઉડર ઉમેરી ને ૧ મિનિટ ઉકળવા દેવું.

  6. 6

    તૈયાર છે પાલક નો સૂપ.સર્વિંગ બાઉલ માં લઈ દાડમ ના દાણા અને ક્રીમ થી ગાર્નિશ કરી સર્વ કરવું.પાલક નો સૂપ ખુબ હેલ્ધી છે.

  7. 7

    ૨ ચમચા પાણી પણ એડ કરી ને ઉકાળવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes