પાલક પનીર ચીઝી સ્ટ્ફડ પરાઠા ( palak paneer cheesy sttufed parath

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
30 મિનિટ
  1. ગ્રીન પેસ્ટ બનાવવા માટે
  2. 2 કપપાલક સમારેલી
  3. 3/4 કપકોથમીર સમારેલી
  4. 1/2 કપફુદીનો સમારેલો
  5. 6 નંગલીલા મરચાં સમારેલા
  6. 6કળી લસણ સમારેલું
  7. 1નાનો ટુકડો આદુ સમારેલો
  8. પરાઠા નો લોટ બાંધવા માટે
  9. 3 કપપાલકની green paste
  10. 3 કપઘઉં નો લોટ
  11. 2 ચમચીતલ
  12. 2 ચમચીતેલ
  13. મીઠુ સ્વાદ મુજબ
  14. સ્ટફિંગ માટે :
  15. 200 ગ્રામચીઝ
  16. 200 ગ્રામપનીર
  17. 2 ચમચીઓરેગાનો
  18. 2 ચમચીચીલી ફ્લેક્સ
  19. મીઠું સ્વાદ મુજબ
  20. પરાઠા શેકવા માટે
  21. ઘી

રાંધવાની સૂચનાઓ

4 વ્યક્તિ
  1. 1

    સૌપ્રથમ ગ્રીન પેસ્ટ બનાવી લઈએ મીક્ષિ જાર માં ફુદીનો, પાલક,કોથમીર, લીલા મરચાં લસણ અને આદુ આ બધું મિક્સ કરીને ક્રશ કરી પેસ્ટ બનાવી લો.

  2. 2

    તાસક માં ઘઉંનો લોટ,મીઠું, તેલ, તલ અને પાલકની પેસ્ટ એડ કરીને લોટ બાંધી લો. પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. લોટને દસ મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    સ્ટફિંગ માટે ચીઝ અને પનીરને છીણી લો. પછી તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી લો. સ્ટફિંગ રેડી છે. તેના નાના ગોળ બોલ્સ બનાવી લો.

  4. 4

    હવે લોટમાંથી લુઆ બનાવી ગોળ પરાઠું વણી લો પછી તેમાં સ્ટફિંગ એડ કરી ફરીથી વણી લો. નોન સ્ટીક તવી પર ઘી મૂકીને બંને બાજુ સરખું શેકી લો.

  5. 5

    પાલક પનીર ચીઝી પરાઠા રેડી છે તેને દહીં, સલાડ અને અથાણા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes