પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#GA4 #Week17 #cheese
પાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે.

પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)

#GA4 #Week17 #cheese
પાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1:30 કલાક
5 પરાઠા
  1. લોટ બાંધવા માટે
  2. 1બાઉલ ઘઉં નો લોટ
  3. 1બાઉલ પાલક
  4. ૨ નંગલીલા મરચા
  5. સ્વાદાનુસારમીઠું
  6. 3 ટેબલસ્પૂનતેલ મોણ માટે
  7. સ્ટફિંગ માટે
  8. 100 ગ્રામચીઝ
  9. 100 ગ્રામપનીર
  10. 2 ટેબલ સ્પૂનપીઝા સોસ
  11. 2 ટેબલસ્પૂનટોમેટો કેચપ
  12. સ્વાદાનુસારમીઠું
  13. ૧ ટી.સ્પૂનચીલી ફ્લેક્સ
  14. 1 ટીસ્પૂનઓરેગાનો
  15. 1 ટી સ્પૂનપીઝા મસાલો
  16. જરૂર મુજબતેલ પરાઠા શેકવામાટે

રાંધવાની સૂચનાઓ

1:30 કલાક
  1. 1

    પાલકને સમારીને ધોઈ લો. પાલક અને ૨ લીલા મરચા મિક્સરમાં સાથે ક્રશ કરી લો.

  2. 2

    ઘઉંના લોટને ચાળી લો. તેમાં મીઠું અને તેલ નાખી મસળો.

  3. 3

    પછી તેમાં થોડી થોડી પાલક પ્યુરી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધો.

  4. 4

    બાંધેલા લોટને 20 મિનિટ ઢાંકીને મૂકી રાખો.

  5. 5

    ચીઝ અને પનીરને છીણી લો. મેં આમાંથી અડધુ-અડધુ સો 100 ગ્રામ ચીઝ પનીર લીધું છે.

  6. 6

    પછી તેમાં પીઝા સોસ નાખો. પછી પીઝા મસાલો, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ટોમેટો કેચપ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.

  7. 7

    પછી એ બધું હાથેથી મસળો અને બરાબર મિક્સ કરો.

  8. 8

    તમે તમારી રીતે પીઝા મસાલો અને ચીલી ફ્લેક્સ વધુ ઓછું લઈ શકો છો.

  9. 9

    હવે પરાઠાને ગોળ વણો. તેમાં અડધા ભાગમાં સ્ટફિંગ ભરીને બાકીના પરાઠાને અડધો વાળી લો.

  10. 10

    પછી તેને તવી પર બન્ને સાઈડ તેલ લગાવી ને શેકો.

  11. 11

    તૈયાર છે પાલક પનીર ચીઝ પરાઠા......તેને દહીં તિખારી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ (6)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
આયર્ન લેડી ઇંદિરા પરાઠા! 😊

Similar Recipes