ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#EB
#Week13

ફાસ્ટ ફૂડ નું નામ આવે તો સૌ પ્રથમ નામ પીઝા અને બગૅર આવે...
પીઝા સૌથી લોકપ્રિય ફાસ્ટ ફૂડ છે..જે નાના થી લઈને મોટા દરેક માં ખૂબ જ લોકપ્રિય છે..
મુખ્યત્વે પીઝા બેઝ અને ચીઝ સાથે વ્યક્તિ પોતાના રસ પ્રમાણે ટોપીંગ માં વિવિધ વિકલ્પો નો ઉપયોગ કરીને અનેક પીઝા ની વેરાયટી બનાવી શકે છે...😍
પીઝા નો સૌ પ્રથમ આવિષ્કાર ઈટલી માં થયો હતો..
૧૮ વી સદીમાં જ્યારે રાજા અમ્બર્ટો અને રાની માગૅરિટા ઈટલી આવ્યા હતા ત્યારે તેમને રાફેલ નામ ના પીઝા વિક્રેતા તરફ થી ત્રણ પીઝા પીરસવામાં આવ્યા હતા..
તેમાં થી એક પીઝા ના ટોપીંગ પર ટામેટા, ચીઝ, નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે રાની માગૅરિટા ને ખૂબ જ પસંદ આવ્યો હતો...ત્યાર થી તે માગૅરિટા ના નામે ખૂબ જ લોકપ્રિય બન્યો..
પીઝા નો સમાવેશ જંકફૂડ માં થાય છે..🍕
રોજે રોજ તેને ખાવા નું પરવડે નહીં કેમ કે તેનો બેઝ બનાવામાં મેંદો અને યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે..
હવે ઘરે જ પીઝા બનાવવા નું ખૂબ જ આસાન થઈ ગયું છે..
ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે આપણે મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવીએ છીએ..
અને આપણે આપણા મનપસંદ ટોપીંગ ,ચીઝ,સોસ સાથે બનાવી શકાય છે..જે ખૂબ જ હેલ્થી રહે છે..
મેં અંહી ભાખરી પીઝા બનાવ્યા છે...તો ચાલો રીત જોઇશું...🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૨ કપઘઉંનો કકરો લોટ
  2. ૩ ટેબલસ્પૂનતેલ/ ઘી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. પાણી જરૂર મુજબ
  5. ટામેટા
  6. કેપ્સીકમ
  7. ૧ કપમકાઇ ના દાણા બાફેલા
  8. ડુંગળી
  9. મોઝરેલા ચીઝ
  10. આરેગાનો અને ચીલી ફ્લેક્સ
  11. કિસાન સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘંઉ નો કકરો લોટ, તેલ, મીઠું સ્વાદાનુસાર, પાણી ઉમેરી મિડિયમ થીક લોટ બાંધી લેવો.હવે મિડિયમ સાઇઝ ની ભાખરી વણી લેવી અને તેના પર ફોક ની મદદથી કાણાં પાડી લેવા.

  2. 2

    હવે તેને તવી પર લઈ બંને બાજુ થી ગોલ્ડન બ્રાઉન શેકી લેવી.હવે ભાખરી પીઝા ને એસેમ્બલ કરવા માટે એક ભાખરી લઇને તેના પર સોસ લગાવી તેનાં પર મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરી લો.

  3. 3

    હવે ઉપર થી ટોપીંગ માટે ડુંગળી, ટામેટા, કેપ્સીકમ, મકાઇ ના દાણા ને ગોઠવી લેવા.ફરી થી ઉપર થી ચીઝ ઉમેરી તેને પ્રી હીટેડ ઓવન માં કન્વેનશન મોડ પર ૨૦૦ ડિગ્રી પર ૬ થી ૭ મિનિટ માટે બેક કરો.

  4. 4

    તૈયાર છે ભાખરી પીઝા🍕... તમે તમારા મનપસંદ ટોપીંગ ઉમેરી બનાવી શકો છો... મેં અહીં મકાઇ અને ડુંગળી ને ટોપીંગ માં લઈ ભાખરી પીઝા બનાવ્યા છે.જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી છે... ઉપર થી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ઉમેરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

Similar Recipes