લીલા પરાઠા (Green Paratha Recipe In Gujarati)

HINA MODI
HINA MODI @HINAMODI1204

પરોઠા લીલા લ્હેર

લીલા પરાઠા (Green Paratha Recipe In Gujarati)

પરોઠા લીલા લ્હેર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 400 ગ્રામઘઉંનો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 1 ઝુડીપાલકની ભાજી
  4. 3 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાલકની ભાજી સાફ કરી ધોઈ લો. પછી તેને મીક્સચર માં પીસી લો.

  2. 2

    ઘઉંના લોટમાં મીઠું, પલકની ભાજી નો પલ્પ,તેલ નાખી લોટ બાંધો.

  3. 3

    બાંધેલા લોટ ને 15 મિનિટ રેસ્ટ અપો.

  4. 4

    ત્યાર બાદ તેના 8 સરખા લુવા પાડી લો. એક લુવો લઈ તેની મોટી રોટલી બનાવો.

  5. 5

    તેનાં પર ઘી લગાવી અને લોટ છટો. ત્યારબાદ તેના ઊભા પિસ કરો.

  6. 6

    આ બધાં પીસીસ ને હળવે હાથે ગોળ ગોળ ફેરવતા ફરવતા ભેગા કરો.

  7. 7

    તેને ચાકરી ની જેમ ગોળ ફેરવી ભેગુ કરીને લુવો બનાવી ખુબજ હળવે હાથે વણો.

  8. 8

    લોઢી ને ગરમ થવા રાખો. મિડીયમ ગરમ થાય એટલે તેમાં પરોઠું શેકવા મૂકો. ધીમે તાપે શેકવું. બંને બાજુ ગુલાબી થઈ ત્યાં સુધી શેકવું. અને લો તૈયાર છે લીલા લહેર પરાઠા.ખુબજ સુંદર અને ખૂબ બધા લ્હેર વાળા લીલા લ્હેર પરાઠા.

  9. 9

    તેને શાક અને દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HINA MODI
HINA MODI @HINAMODI1204
પર

Similar Recipes