હરા ભરા પરોઠા (Hara Bhara Paratha Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#CWT
લીલા મસાલા થી ભરપુર આ પરોઠા ડીનર કે નાસ્તા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

હરા ભરા પરોઠા (Hara Bhara Paratha Recipe In Gujarati)

#CWT
લીલા મસાલા થી ભરપુર આ પરોઠા ડીનર કે નાસ્તા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧ કપતુવેર ના દાણા
  2. ૧ નંગબટાકો
  3. ૨ ટીસ્પૂનતેલ
  4. ૧ ટીસ્પૂનરાઇ
  5. ૧ ટુકડોઆદુ
  6. ૩-૪લીલા મરચા
  7. ૧/૨લીંબુનો રસ
  8. ૨ ટીસ્પૂનખાંડ
  9. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  10. ચપટીહિંગ
  11. ચપટીહળદર
  12. ૧/૩ કપસમારેલી કોથમીર
  13. ૧/૩ કપસમારેલું લીલું લસણ
  14. ૨ ટીસ્પૂનકોપરાનું ખમણ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૨૦૦ગ્રામ સમારેલી પાલક
  17. ૨ કપઘઉંનો ઝીણો લોટ
  18. ૨ ટીસ્પૂનમોણ માટે તેલ
  19. મીઠું સ્વાદાનુસાર
  20. અટામણ માટે ચોખાનો લોટ
  21. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં તુવેરના દાણાને ચીલી કટરમાં વાટી લો, સાથે આદુ મરચાં, લીલુ લસણ ને પણ વાટી લો, બટાકાને છોલીને આદુની છીણીથી છીણી લો

  2. 2

    હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ હિંગ અને હળદરનો વઘાર કરો અને તેમાં વાટેલા તુવેરના દાણા છીણેલો બટાકો, તલ ઉમેરી દો મીઠું નાખીને ચઢવા દો

  3. 3

    વાટેલા દાણા નું મિશ્રણ ચઢી જાય એટલે તેમાં લીંબુનો રસ, ખાંડ, ગરમ મસાલો, કોપરાનું છીણ ઉમેરી દો, છેલ્લે કોથમીર ભભરાવી બરાબર મિક્સ કરી લો

  4. 4

    પાલકને સાફ કરી ધોઈ પાણીમાં બે મિનિટ બાફવી ઠંડી કરી પાણી કાઢી મિક્સરમાં ક્રશ કરી લો

  5. 5

    હવે એક વાસણમાં ઘઉંનો લોટ લો તેમાં મીઠું બે ટીસ્પૂન, તેલનું મોણ,પાલકની પેસ્ટ અને તુવેરના દાણા નું મિશ્રણ નાખી પરોઠા જેવો લોટ બાંધવો, લોટને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપો ત્યારબાદ મિડીયમ સાઈઝના લુવા કરી પરોઠા વણી લો

  6. 6

    વણેલા પરોઠાને તવી પર તેલ મૂકી ગુલાબી રંગના શેકી લો, લીલા મસાલાથી ભરપૂર હરાભરા પરોઠા ગળી ચટણી, કોથમીરની ચટણી કે કેચઅપ સાથે ખૂબ જ સરસ લાગે છે

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes