બદામ શેક (Badam Shake Recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#EB
#week14
#ff1
#post2
#cookpadindia
#cookpad_guj
બદામ શેક એ ભારત નું પ્રખ્યાત અને પસંદીદા પીણું છે. જેમ નામ થી જ ખબર પડે છે કે આ પીણું બદામ થી ભરપૂર છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવો આ શેક સંતુષ્ટિદાયક પણ છે. જે એક વાર નાના ભોજન ની ગરજ સારે છે. બદામ ના લાભ થી ભરપૂર એવું આ પીણું ગરમી માં લોકો ની ખાસ પસંદ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 વ્યક્તિ
  1. 500 mlદૂધ
  2. 3ચમચા ખાંડ
  3. 1ચમચો કસ્ટર્ડ પાવડર
  4. 2ચમચા ક્રીમ
  5. 25બદામ
  6. 1/4એલચી પાવડર
  7. સજાવટ માટે:
  8. બદામ- પિસ્તા ની કતરણ
  9. કેસર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    1/2 કપ જેટલું દૂધ બાજુ પર રાખી બાકી નું દૂધ, ખાંડ નાખી ઉકળવા મુકો.

  2. 2

    બદામ ને 7-8 કલાક પાણી માં પલાળી દેવી પછી છાલ કાઢી લેવી.

  3. 3

    છાલ કાઢેલી બદામ માંથી 5 બદામ બાજુ પર રાખી, બાકી ની બદામ માં ક્રીમ ઉમેરી,ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લો. કસ્ટર્ડ પાવડર ને 1/2 કપ ઠંડા દૂધ માં ઓગાળી લો.

  4. 4

    હવે દૂધ માં બદામ ની પેસ્ટ અને કસ્ટર્ડ વાળું દૂધ ઉમેરી ને સરખું ભેળવી લો. અને દૂધ એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.

  5. 5

    છેલ્લે એલચી પાવડર નાખી આંચ બન્ધ કરો. ઠંડુ થાય પછી ફ્રીઝ માં 3-4 કલાક રાખી એકદમ ઠંડુ કરો.

  6. 6

    પીરસતી વખતે, બાકી રાખેલી બદામ ના ટુકડા કરી ગ્લાસ માં નાખો અને ચિલ્ડ બદામ શેક ઉમેરો. બદામ પિસ્તા ની કતરણ અને કેસર થી સજાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes