બદામ શેક (Badam Shake recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#ff1
#EB
Week 14

શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 500 ગ્રામગોલ્ડ દૂધ
  2. 4 ચમચીખાંડ
  3. 1 ચમચીકસ્ટર્ડ પાવડર
  4. 2 ચમચીમિલ્ક પાવડર
  5. 2 ચમચીક્રીમ
  6. 20-25 નંગબદામ
  7. 6કેસર ના તાંતણા
  8. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  9. ગાર્નિશ માટે
  10. પીસ્તા ની કતરણ
  11. કેસર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ઉકળવા મૂકો. તેમાં ખાંડ એડ કરીને હલાવી લો. પછી ગેસની ફ્લેમ્ ધીમી રાખવી. તેમાંથી ચાર ચમચી જેટલું દૂધ લઇ તેમાં કેસર ને પલાળી રાખો.

  2. 2

    બદામને છ-સાત કલાક પાણીમાં પલાળીને રાખો. પછી તેની છાલ કાઢી લો. મિક્સરમાં મિલ્ક પાવડર, બદામ, ક્રીમ અને કેસરવાળું દૂધ એડ કરીને ગ્રાઈન્ડ કરી લો.

  3. 3

    કસ્ટર્ડ પાવડર ને ઠંડા દૂધમાં ઓગાળી લો. પછી ઉકળતા દૂધમાં કસ્ટર્ડ વાળું દૂધ, બદામની પેસ્ટ, મિલ્ક પાવડર, કેસરવાળું દૂધ અને ક્રીમ આ બધું એડ કરીને સરખું મિક્ષ કરી ને હલાવી લો. દૂધ થીક થાય ત્યાં સુધી ઉકાળો.

  4. 4

    દૂધ બરાબર ઉકળી ગયું છે. કેસર એડ કરવાથી પીળા રંગ નો બદામ શેક રેડી થશે. હવે છેલ્લે ઈલાયચી પાવડર એડ કરીને ગેસ ઓફ કરી દો. બદામ શેક ઠંડો થાય પછી ફ્રિજમાં ચારથી પાંચ કલાક માટે રાખી ઠંડો કરી લો.

  5. 5

    બદામ શેક ને ગ્લાસમાં સર્વ કરો. તેને પીસ્તા ની કતરણ અને કેસર થી ગાર્નિશ કરો. ઠંડુ ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes