બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ એક ખૂબ જ હેલ્થી પીણું છે, જે ફોતરા કાઢેલી બદામ માં થી બને છે. ફોતરા કાઢેલી બદામ બહુ અસરકારક છે અને નાના-મોટાં , બંન્ને માટે પોષ્ટીક છે.
બદામ શેક  (ફરાળી  અને જૈન વાનગી) (નોન ફ્રાઈડ)
#ff1
#EB
#Week14

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

આ એક ખૂબ જ હેલ્થી પીણું છે, જે ફોતરા કાઢેલી બદામ માં થી બને છે. ફોતરા કાઢેલી બદામ બહુ અસરકારક છે અને નાના-મોટાં , બંન્ને માટે પોષ્ટીક છે.
બદામ શેક  (ફરાળી  અને જૈન વાનગી) (નોન ફ્રાઈડ)
#ff1
#EB
#Week14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10  મીનીટ
2  સર્વ
  1. 25-30બદામ (7-8 કલાક પાણીમાં પલાળેલી)
  2. 11/2 ટે.સ્પૂન custard પાઉડર (વેનીલા ફ્લેવર)
  3. 1લીટર દૂધ
  4. 1/4 કપઠંડુ દૂધ
  5. 1/2 કપસાકર
  6. 1/4 ટી સ્પૂનઇલાયચી નો ભૂકો
  7. કેસર જોઈતા પ્રમાણમાં
  8. બદામ પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

10  મીનીટ
  1. 1

    એક વાટકી માં થોડું ઠંડુ દૂધ લઈ એમાં custard પાઉડર મીકસ કરી સાઈડ પર રાખવું.

  2. 2

    પલાળેલી બદામ ના છોતરાં કાઢી, 2-3 ટી સ્પૂન દૂધ નાંખી મીકસર માં પેસ્ટ કરવી. પેસ્ટ સાઈડ પર રાખવી.

  3. 3

    એક સોસપેન માં દૂધ ગરમ મૂકવું. 20% બળી જાય ત્યાં સુધી ઉકાળવું. વચ્ચે વચ્ચે હલાવવું. અંદર કેસર ના તાંતણા અને ઇલાયચી નો ભૂકો નાંખી મિક્સ કરવું.થોડી બદામ પીસ્તા ની કતરણ નાંખવી.

  4. 4

    બદામ ની પેસ્ટ નાખી મિક્સ કરવું. custard પાઉડર નાંખી 1 ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ઠંડુ કરવું.2-3 કલાક ફીઝ માં ઠંડુ કરી, ગ્લાસ માં કાઢી, બદામ-પીસ્તા ની કતરણ અને કેસર થી સુશોભિત કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (24)

Similar Recipes