બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Helly shah
Helly shah @cook_26193829
Bangalore

#EB
#week14
બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે.

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

#EB
#week14
બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ બાઉલ ગરમ દૂધ
  2. ૧ કપઠંડુ દૂધ
  3. ૮-૧૦ પલાળેલી બદામ
  4. ૪-૫ કેસર ના તાંતણા
  5. ૧/૨ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂનજાયફળ પાઉડર
  7. ૧ ટી સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  8. ૧ ટેબલ સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બદામ ને ૬-૭ કલાક પાણી માં પલાળો. પછી તેના છોળા કાઢી લો. હવે બદામ અને ઠંડુ દૂધ ઉમેરી ને મિક્સર માં ગ્રાઇન્ડ કરો.

  2. 2

    ત્યાર પછી, એક નોન સ્ટીક પેન માં કે તપેલીમાં દૂધ ને ગરમ કરવું ને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. તેમાં ખાંડ, કસ્ટર્ડ પાઉડર ઉમેરી ને મિક્સ કરો. અને હવે ઈલાયચી પાઉડર, કેસર ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર ફુલ ટેસ્ટ આવે છે.

  3. 3

    હવે, બદામ અને ઠંડા દૂધ નું મિક્સર ગરમ દૂધ માં નાખી ને બરાબર મિક્સ કરો. ને તૈયાર કરેલ બદામ શેક ગ્લાસ મા લઇ થોડુ બદામ નું કતરણ ઉમેરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Helly shah
Helly shah @cook_26193829
પર
Bangalore
cooking is amazing. it fills delightness and happiness in life. it's a great pleasure when you cook for your family and loved ones. it amples happiness in everyday life. 😇👩‍🍳
વધુ વાંચો

Similar Recipes