બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#EB
#WEEK14
બદામ શેક નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી મેં બદામ શેક માં કસ્ટર્ડ પાઉડર ની જગ્યાએ પેંડા નો ઉપયોગ કરી અને હેલ્થી અને ફરાળી એવો બદામ શેક બનાવ્યું છે જે બજાર જેવો જ ટેસ્ટી બન્યો છે

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

#EB
#WEEK14
બદામ શેક નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી મેં બદામ શેક માં કસ્ટર્ડ પાઉડર ની જગ્યાએ પેંડા નો ઉપયોગ કરી અને હેલ્થી અને ફરાળી એવો બદામ શેક બનાવ્યું છે જે બજાર જેવો જ ટેસ્ટી બન્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ વ્યક્તિ
  1. ૩/૪ લીટર દૂધ
  2. ૨૦-૨૫ નંગ બદામ
  3. કેસર પેંડા
  4. ૩ ચમચીખાંડ(જરૂર મુજબ)
  5. ૨ ચમચીડ્રાયફ્રુટ ની કતરણ
  6. ૨ ચમચીડ્રાયફ્રુટના નાના કટકા
  7. ૨ ચમચીમલાઈ
  8. થોડી ગુલાબની પાંદડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બદામને ૫-૭ કલાક પલાળી છોતરા કાઢી મિક્સર જારમાં લઈ તેમાં બે ચમચી મલાઈ અને બે ચમચી દૂધ નાખી પેસ્ટ બનાવી લો

  2. 2

    પેંડા ની ઝીણી મદદથી છીણી લો હવે દૂધને પહોળા વાસણમાં લઈને ઉકળવા મૂકો દૂધ ઉકળવા માંડે એટલે દૂધને દસ મિનિટ સુધી હલાવતા રહો થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ અને કેસર પેંડા નાખી દો

  3. 3

    દૂધની દસ મિનિટ સુધી હલાવતા રહો પછી બદામની પેસ્ટ અને ડ્રાયફ્રૂટ એડ કરી દસેક મિનિટ સુધી ઉકળવા દો ત્યારબાદ નીચે ઉતારી ઠંડું થવા દો રૂમ રૂમ ટેમ્પરેચરમાં આવી જાય પછી ફ્રિજમાં રાખી ઠંડુ થવા દો

  4. 4

    ઠંડું થઈ જાય એટલે ગ્લાસમાં નાખી ઉપર ડ્રાય ફુટની કતરણ અને ગુલાબ ની પાંદડી સ્પ્રેડ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes