ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
5 વ્યક્તિઓ માટે
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૨ ચમચીતપકીર નો લોટ
  3. 1 કપલીલા નાળીયેરનું છીણ
  4. 1/2 કપ સિંગદાણાનો કરકરો ભૂકો
  5. 1/2 કપ બારીક સમારેલી કોથમીર
  6. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1/2 કપ દાડમના દાણા
  8. ૩ ચમચીકાજુ ટુકડા
  9. ૧ ચમચીતલ
  10. સ્વાદાનુસાર સિંધાલું મીઠું
  11. તળવા માટે તેલ
  12. સાથે દહીંની ચટણી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ બટાકાને વરાળે બાફી લો ત્યારબાદ ઠંડા થાય ત્યારે છાલ ઉતારી તેને મેશ કરી લો અને તેમાં થોડું સિંધાલું મીઠું અને તપકીર નો લોટ ઉમેરી તેની કણક તૈયાર કરો. હવે એક લૂઓ લઇને તેની થેપલી બનાવો

  2. 2

    સ્ટફિંગ માટે લીલો કોપરાનું ખમણ સીંગદાણાનો ભૂકો કાજુ તેમજ બાકી બધુ મિક્સ કરી સારી રીતે તેના નાના બોલ બનાવો હવે બટાકાની કણકમાંથી હાથેથી નાની થેપલી વાળી અંદર સ્ટફીન્ગ નો બોલ મૂકી તેને સારી રીતે પેક કરો જેથી તળતી વખતે કોઈ પેટીસ ફાટે નહીં

  3. 3

    તેલને ગરમ કરી તેમાં આ બધી પેટીસ સરસ ગોલ્ડન બ્રાઉન તળી લો. તમે ચાહો તો એકવાર અધકચરી તળેલી પેટીસ કાઢી ત્યારબાદ જરૂર વખતે એકદમ ગોલ્ડન બ્રાઉન કરી બે વખત પણ કરી શકો છો ફરાળી પેટીસ દહીંની ચટણી સાથે ખુબ જ સરસ લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
પર
cooking is my passion. love to cook for my dear & near ones.
વધુ વાંચો

Similar Recipes