સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામસુરણ
  2. 1/2 કપગોળ
  3. 1લીંબુ નો રસ
  4. 1 ટેબલ સ્પૂનતેલ
  5. 1/2 ટી સ્પૂનરાઈ
  6. 1/2 ટી સ્પૂનજીરું
  7. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1/2 ટીસ્પૂનહદર
  11. 1/2 કપકોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સુરણ ને છોલી ને ધોઈ નાના ટુકડા કરી લો આ રીતે. સુરણ છોલતા પહેલા હાથ પર તેલ લગાવી લો જેથી હાથ પર ખંજવાળ
    ના આવે.

  2. 2

    પછી ગેસ ચાલુ કરી કૂકર માં તેલ ઉમેરી એમાં રાઈ,જીરું ઉમેરી તતડે પછી એમાં સુરણ ઉમેરી લેવું.પછી એમાં હળદર, મરચું,મીઠું, ધાણા જીરું ઉમેરી લેવું અને મિક્સ કરી લેવું.

  3. 3

    પછી 1/2 કપ પાણી ઉમેરી લેવું અને પછી કૂકર નુ ઢાંકણું બંધ કરી 3 સિટી થાય પછી ગેસ બંધ કરી દેવું.પછી કૂકર નુ પ્રેશર નીકળી જાય પછી એમાં ગોળ અને લીંબુ મો રસ ઉમેરી મિક્સ કરી લેવો અને 5 મિનિટ ગેસ પર ધીમી આંચ પર થવા દેવું પછી ગેસ બંધ કરી
    દેવો.

  4. 4
  5. 5

    તૈયાર છે સુરણ નુ શાક.બાઉલ માં સર્વ કરો અને કોથમીર થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes