તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#independenceday21
#tricolour_recipe
#ff1
#mithai
#CookpadGujarati

આજે ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી.
આજના આ શુભ દિન ની ઉજવણી કરવા માટે મેં બધાનું ગળ્યું મોં કરવા માટે તિરંગા બરફી બનાવી છે..જે મે દૂધ અને મિલ્કપાઉડર માંથી બનાવી છે. આ બરફી ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી મીઠાઈ છે..જે એકદમ સોફ્ટ ને સ્વાદિસ્ટ બની છે... Happy Independence Day to all of You Friends..Jay Hind..🇮🇳🇮🇳🙏🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યકિત
  1. 1.5 કપદૂધ
  2. 3/4 કપમિલ્ક પાઉડર
  3. 4 tbspખાંડ
  4. 2 tbspઘી
  5. 1/2 tspઈલાયચી પાઉડર
  6. 1/4 કપકોકોનટ પાઉડર
  7. 2-3 ડ્રોપઓરેન્જ ફૂડ કલર
  8. 2-3 ડ્રોપગ્રીન ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી ઉમેરી ગરમ કરો. હવે આ પેન મા દૂધ ઉમેરી હાઈ ગેસ ની આંચ પર ઉકળવા દો. હવે દૂધ ઉકળી જાય એટલે ગેસ ની આંચ ધીમી કરી તેમાં થોડો થોડો મિલ્ક પાઉડર ઉમેરતા જઈ સતત હલાવતા જવું અને મિલ્ક પાઉડર દૂધ મા મિક્સ કરતા જવું..જેથી લંપસ ના રહે. પેન માં સાઈડ પર જે દૂધ ની મલાઈ ચોંટે તેને પણ ચમચાથી લેતા જઈ ઉમેરતા જવું.

  2. 2

    હવે આમાં ખાંડ અને કોકોનટ પાઉડર ઉમેરી મિક્સ કરી સતત હલાવતા જવું જેથી પેન ની નીચે ચોંટી ના જાય. હવે મિશ્રણ 10 થી 12 મિનિટ પછી થોડું જાડું થાય એટલે આમાં ઈલાયચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે આ મિશ્રણ ઘાટું થઈ ને પેન ની સાઈડ છોડવા માંડે એટલે આ સ્ટેજ પર ગેસ ની આંચ બંધ કરી લો. ને આ મિશ્રણ ને એકસરખા ત્રણ ભાગ માં નાની વાટકી માં કાઢી લો. હવે બે ભાગ ની વાટકી માં એક ભાગ માં ઓરેન્જ ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લો. ને બીજા ભાગ ની વાટકી માં ગ્રીન ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લો. ને ત્રીજા ભાગ ની વાટકી ના મિશ્રણ ને વ્હાઈટ જ રાખવાનું છે.

  4. 4

    હવે એક ચોરસ ટીન ને ઘી થી ગ્રીસ કરી તેમાં બટર પેપર મૂકી તેને પણ ઘી થી ગ્રીસ કરી તેમાં સૌથી પહેલા ગ્રીન કલર વાળા મિશ્રણને પાથરી બરાબર સેટ કરી લો. ત્યારબાદ આ મિશ્રણ પર વ્હાઈટ અને ઓરેન્જ મિશ્રણ ને પણ પાથરી સેટ કરી લો. હવે આ બરફી ને ફ્રીજ માં 2 કલાક માટે સેટ થવા મૂકી દો.

  5. 5

    હવે આપણી તિરંગા બરફી તૈયાર છે સર્વ કરવા માટે...આ બરફી ને મેં સ્વતંત્ર દિન નિમિ્તે દેશ ને 75 th વર્ષ ના આઝાદી ના થાય તેની માટે આ સ્વીટ બનાવી છે..જય હિંદ....જાય ભારત...🇮🇳🙏

  6. 6

    Happy Independence Day to all of you Friends..🇮🇳🙏

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes