સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
શેર કરો

ઘટકો

  1. ૩ નંગબાફેલા બટાકા
  2. ૧ કપસાબુદાણા
  3. ૧ કપશેકેલા શીંગદાણા ક્રશ કરેલા
  4. મરચાં અધકચરા વાટેલા
  5. ૧ ટેબલસ્પૂનઆદુ ની પેસ્ટ
  6. ૧/૨ ટેબલસ્પૂનગરમ મસાલો
  7. ૧/૨ ટેબલસ્પૂનમરી પાઉડર
  8. ૧/૨ કપકોર્ન
  9. ૧/૨ કપકોથમીર
  10. ૩ ટેબલસ્પૂનતલ
  11. ૨ ટેબલસ્પૂનખાંડ
  12. ૧ ટેબલસ્પૂનલીંબુનો રસ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. તેલ તળવા માટે
  15. ચીઝ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને બરાબર સાફ કરી ને ૬ કલાક પલાળી રાખો.પછી તેને કાણા વાળા વાસણમાં લઈ વધારાનું પાણી કાઢી લેવું.

  2. 2

    કૂકરમાં ‌બટાકા લઈ ને બાફી લેવા.પછી તેની છાલ કાઢી તેને સાબુદાણા સાથે મિક્સ કરી લેવાં.પછી તેમાં બધાં મસાલા ઉમેરવા.તેમા શીંગદાણા ક્રશ કરેલા અને મરચાં અધકચરાં વાટેલા,અદરખ પેસ્ટ, ગરમ મસાલો,મરી પાઉડર ઉમેરો.

  3. 3

    તેમાં કોર્ન,તલ, છીણેલું ચીઝ, ખાંડ, લીંબુનો રસ,કોથમીર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    હવે તે મિશ્રણ ના મિડિયમ સાઇઝ બોલ બનાવી લેવા..એક પેનમાં તેલ લઈ ને મિડિયમ ગેસ પર પકોડા ને તળી લેવા.ચીઝ કોર્ન સાબુદાણા વડા તૈયાર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

Similar Recipes