સાબુદાણા વડા/(sabudana vada recipe in gujarati (

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

સાબુદાણા વડા/(sabudana vada recipe in gujarati (

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપસાબુદાણા
  2. ૨ કપબાફેલા બટાકા (છૂંદેલા)
  3. ૧/૨ કપશેકેલા સીંગદાણા (અધકચરા ક્રશ કરેલ)
  4. ટે. ચમચી આદું-મરચાની પેસ્ટ
  5. ટે. ચમચી તલ
  6. ટી. ચમચી જીરૂ
  7. સીંધાલુ મીઠું (ઉપવાસનું મીઠું)
  8. ૧/૪ કપકોથમીર
  9. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણાને ૨-૩ વાર ધોઈ, તે ડુબે એટલા પાણીમાં ૪-૫ કલાક પલાળવા.

  2. 2

    બાફેલા બટાકામાં સાબુદાણા નાખી મીક્ષ કરવું. પછી તેમાં સીંગદાણાનો ભૂકો મીક્ષ કરવો.

  3. 3

    ત્યારબાદ તેમાં તલ, મીઠું, આદું-મરચાની પેસ્ટ, લીંબુનો રસ અને કોથમીર નાંખી બધુ ખુબ સરસ રીતે મીક્ષ કરવું.

  4. 4

    હવે હાથમાં તેલ લગાવી, તૈયાર થયેલા મિશ્રણમાંથી ગોળ વડા બનાવવા.

  5. 5

    તમે પેટીસ કે મેંદુવડાની જેમ પણ બનાવી શકો. તમે જુદા જુદા આકાર આપી શકો.

  6. 6

    હવે તે બધાને ગેસ પર તેલમાં મીડીયમ આંચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. ડીશમાં કાઢી સર્વ કરો.

  7. 7

    અલગ અલગ રીતે સજાવી શકાય.☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes