બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#EB
#Week16

ગુજરાતીઓ ના નાસ્તામાં બાજરી ના વડા કે મકાઇ ના વડા નો સમાવેશ કરવામાં આવે છે

બાજરો કે બાજરી ખૂબ જાણીતું અનાજ છે..

જે વિશ્વ માં વધારે આફ્રિકા તેમજ દક્ષિણ એશિયા ના દેશો માં ખવાય છે.
પણ તેનું સૌથી વધુ ઉત્પાદન ભારત માં જ થાય છે અને તે ભારત માં પ્રાથમિક ખોરાક તરીકે ખવાય છે.
બાજરો એ સ્વાસ્થ્ય વર્ધક અનાજ છે કેમકે તેમાં ઘણા સતત્વો જોવા મળે છે જેમકે પ્રોટીન, કેલ્સિયમ, ફોસ્ફરસ અને આર્યન..

બાજરી ના વડા એ બાજરાનું ખૂબ જ સ્વાદિષ્ટ સ્વરૂપ છે...

બાજરી ના વડા સવારે ગરમા ગરમ ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે...
મુખ્યત્વે બાજરી ને ઘણા લોકો શિયાળામાં ખાવાનું વધારે પસંદ કરે છે..
આમ તો બાજરી ના લોટ માંથી ઘણા બધા પ્રકારની વાનગીઓ બનતી હોય છે.. જેમ કે બાજરી ની રાબ, રોટલા, ખીચડી,કૂલેર ઇત્યાદી...
અહીં મેં ચટપટા બાજરી ના વડા બનાવ્યા છે... તો ચાલો રીત જોઇશું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૫૦૦ ગ્રામ બાજરીનો લોટ
  2. ૧/૨ કપદહીં
  3. ૨ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  4. ૧ ટેબલસ્પૂનહળદર
  5. ૧/૨ ટેબલસ્પૂનધાણા જીરું પાઉડર
  6. ૧/૨ગરમ મસાલો
  7. ૪ ટેબલસ્પૂનતલ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૪-૫ ટેબલસ્પૂન કસ્તુરી મેથી
  10. ૧ ટેબલસ્પૂનઅજમો
  11. જરૂર મુજબ ગોળ આંબલી નું પાણી
  12. ૨ ટેબલસ્પૂનતેલ મોણ
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બાજરી નો લોટ, લઈ તેમાં બધા જ ડ્રાય મસાલા જેવા કે લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, દહીં,તલ, અજમો, મીઠું સ્વાદાનુસાર, તેલ, કસૂરી મેથી, ગોળ - આંબલી નું પાણી ઉમેરી મિડિયમ થીક લોટ બાંધી લેવો...
    નોંધ: બહુ કઠણ લોટ પણ નહીં બાંધવો નહીંતર વડા ફૂલશે નહીં...

  2. 2

    હવે એક પેનમાં તેલ લઈ ગરમ થાય ત્યારબાદ તેમાં વડા ને હાથે થી થેપી ને તેને તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.તો તૈયાર છે ચટપટા બાજરી ના વડા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

Similar Recipes