ચૂરમાં ના લાડુ (Churma's Ladoo recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#PR
પર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
પોસ્ટ-2
આ એક પારંપરિક મિષ્ટાન્ન ની વાનગી છે શુભ પ્રસંગો કે વાસ્તુ પૂજા...ગણપતિ પૂજન માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે....શિવજી ને પણ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે.. સૌની પ્રિય વાનગી છે.

ચૂરમાં ના લાડુ (Churma's Ladoo recipe in Gujarati)

#PR
પર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
પોસ્ટ-2
આ એક પારંપરિક મિષ્ટાન્ન ની વાનગી છે શુભ પ્રસંગો કે વાસ્તુ પૂજા...ગણપતિ પૂજન માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે....શિવજી ને પણ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે.. સૌની પ્રિય વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યકિત
  1. 500 ગ્રામઘઉં નો કરકરો લોટ
  2. 1 કપચણાનો કરકરો લોટ
  3. 1 કપઘી/તેલ મ્હોણ માટે
  4. 300 ગ્રામસમારેલો ગોળ
  5. લાડુ વાળવા માટે જરૂર મુજબ ઘી
  6. લોટ બાંધવા હુંફાળું પાણી
  7. 1 ચમચીજાયફળ પાવડર
  8. 3 ચમચીકાજુના ટુકડા
  9. 3 ચમચીકિસમીસ
  10. 2 ચમચીખસખસ
  11. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણમાં બન્ને લોટ મિક્સ કરો...તેમાં મુઠ્ઠી પડતું મ્હોણ ઉમેરો...હાથે થી મિક્સ કરી ને મિશ્રણ માં હુંફાળું ગરમ પાણી ઉનેરી ભાખરી જેવો કઠણ લોટ બાંધો..15 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે ગોળ તેમજ ઘી....કાજુ...કિસમીસ...જાયફળ પાવડર...ખસખસ....બધી સામગ્રી તૈયાર કરો....

  3. 3

    બાંધેલા લોટના હળવા હાથે મુઠીયા વાળી ગેસ પર તળવા માટે ઘી ગરમ કરવા મુકો....એક એક કરીને મુઠીયા સ્લો ફ્લેમ પર લાલ બદામી એવા તળી લો.

  4. 4

    બધા મુઠીયા તળાઈ ને ઠંડા પડે એટલે હાથે થી નાના ટુકડા કરી ને એક મિક્સર જારમાં કકરું ક્રશ કરીને મોટા ચારણા થી ચાળી લો.

  5. 5

    હવે તેમાં જોઈતા પ્રમાણમાં ઘી તેમજ સમારેલો ગોળ તેમજ જાયફળ પાવડર...કાજુના ટુકડા અને કિસમીસ ઉમેરીને મિક્સ કરી મનપસંદ સાઈઝના લાડુ વાળી લો...ખસખસ લગાવી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes