દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
  1. 1 મોટી વાટકી તુવેરની અને મગની છડીદાર મિક્સ
  2. 1 બાઉલઘઉંનો લોટ
  3. 1 વાટકીચણાનો લોટ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1/2 ચમચી હળદર
  6. 2-3પાવડા મોણ માટે તેલ
  7. 1/2 ચમચી ધાણાજીરૂ
  8. દાળ માં નાખવા માટેની સામગ્રી
  9. 1/2 ચમચી હળદર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ચમચીલાલ મરચું પાઉડર અડધી
  12. 2 ચમચીલીંબુનો રસ
  13. 1 ચમચીજેટલી ખાંડ
  14. 1 નંગઝીણું સુધારેલું ટામેટું
  15. લીમડાના પાન
  16. ચપટીજીરું
  17. 1 ચમચીલસણની ચટણી
  18. 2પાવડા તેલ વઘાર કરવા માટે
  19. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌ પ્રથમ પહેલા બન્ને દાળને ધોઈને બાફી લેવી

  2. 2

    સૌપ્રથમ પહેલા મોટું વાસણ લઈને તેમાં ઘઉં અને ચણાનો લોટ મિક્સ કરી તેમાં બધો મસાલો નાખી લોટ બાંધી લેવો લોટ બાંધીને તેને દસ મિનિટ સુધી રેસ્ટ આપો

  3. 3

    ત્યારબાદ બીજી બાજુ આપણે જે બંને દાળ બાફેલી લીધેલી છે તેમાં બધો મસાલો નાખીને 10 મિનીટ સુધી ઉકળવા દો ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકો પછી તેમાં જીરું અને લીમડાના પાન મૂકીને વઘાર કરો

  4. 4

    ત્યારબાદ તેમાં ઝીણું સુધારેલું ટામેટું એડ કરો અને જરૂર મુજબ પાણી નાખીને દાળ ધીમા ગેસ ઉપર દાળને ઉકળવા દો

  5. 5

    ત્યારબાદ આપણે જે લોટ બાંધેલો છે તેમાંથી લુવા લઈને મોટી રોટલી બનાવીને લોઢી માં આછી શેકી લેવાની ત્યારબાદ કટર ના મદદથી એકસરખા પીસ કરીને દાળમાં નાંખી દો ત્યારબાદ તેને ધીમી આંચ પર એકદમ સરસ રીતે ઉકળવા દો જેથી આપણી ઢોકળી એકદમ સરસ રીતે ચડી જાય

  6. 6

    દાળ ઢોકળી ઉકડી ગયા બાદ તેમાં લસણની ચટણી એડ કરી દેવી જેથી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવશે પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી કોથમીર એડ કરીને તેને ગરમાગરમ સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

Similar Recipes