દુધ પૌઆ (Doodh Pauva Recipe In Gujarati)

Himani Vasavada
Himani Vasavada @himani

શરદ પુનમ મા દિવસે બધા ને ત્યાં દુધ પૌઆ બનતા હોય છે. અમે લોકો અગાસી મા જઈ ને ચાંદા ના અજવાળા મા સોઈ મા સાત વાર દોરો પોરવીયે છીએ.તે પરંપરાગત ચાલ્યુ આવે છે.પછી દુધ પૌઆ અને બટાકા પૌઆ બધા સાથે બેસીને ખાઈએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદુધ
  2. 1 વાટકીપૌઆ
  3. 1 વાટકીખાંડ
  4. 1 ચમચીઇલાયચી નો ભુકો
  5. બદામ ની કતરણ
  6. પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક તપેલામાં દુધ નાખી ને ગરમ કરવા નું પછી તેમા ખાડં નાખી ને ઉકળવા દેવાનું. ખાડં નુ પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું. ગેસ બધ કરી દેવાનો.

  2. 2

    ત્યારબાદ દુધ ને ઠંડુ થઈ જાય એટલે 1 કલાક ફિજ મા રાખવાનું.. દુધ બાહર નિકાળી ને પછી પૌઆ ધોઈ ને પાણી નિતારી ને ઢાંકી ને 10-15 મિનિટ રાખવાના.

  3. 3

    પછી દુધ મા પૌઆ નાખી ને તેમા ઇલાયચી નો ભુકો, બદામ ની કતરન, પિસ્તા ની કતરન નાખી ને હલાવી ને થોડીક વાર ઢાંકી ને રાખવાનુ.

  4. 4

    તૈયાર છે દુધ પૌઆ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himani Vasavada
પર

Similar Recipes