દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#CB1
Week1

શેર કરો

ઘટકો

  1. 1/4 કપબાફેલી તુવેર દાળ
  2. 1 ટેબલ સ્પૂનતેલ
  3. 1/2 ટી સ્પૂનરાઈ
  4. 1 નંગતજ
  5. 2લવીંગ
  6. 1સૂકુ લાલ મરચુ
  7. 1/2 ટી સ્પૂનજીરુ
  8. 2 ટેબલ સ્પૂનસમારેલ ટામેટાં
  9. 1 ટુકડોઆદુ
  10. 2 ટેબલ સ્પૂનખાંડ
  11. 11/2 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 1/2 ટી સ્પૂનહળદર
  14. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  15. 1 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  16. 1 ટેબલ સ્પૂનશીંગદાણા
  17. કોથમીર
  18. કણક માટે:
  19. 1 કપઘઉં નો લોટ
  20. મીઠું સ્વાદ મુજબ
  21. 1/2 ટી સ્પૂનહળદર
  22. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  23. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  24. મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કણક માટે ની બધી સામગ્રી મિક્સ કરી થેપલા નો લોટ બાંધી લો.

  2. 2

    દાળ ને જેરીને જરૂર મુજબ પાણી એડ કરી ગરમ કરવા મૂકી તેમા મીઠું,હળદર, ધાણાજીરુ,ખાંડ, આદુ ટામેટાં,શીંગદાણા એડ કરી દો.

  3. 3

    વધાર્યા મા તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ,જીરુ,ખડા મસાલા,લીમડો નાખી આ વધાર દાળ મા રેડી દો.લીંબુ નો રસ, મરચું પાઉડર એડ કરી મિક્સ કરો.

  4. 4

    કણક માથી રોટલી વણી ચપ્પુ થી કાપા પાડી દાળ મા ઉમેરી દો ગેસ ધીમો કરી ઢોકળી ને ચઢવા દો.ઢોકળી ચઢી જાય એટલે કોથમીર એડ કરી દો.

  5. 5

    ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes