દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવરદાળ ને ધોઈ ને ૧\૨ કલાક પાણી માં પલાળીને રાખો પછી કુકર માં ઉમેરી લો ને અઢી કપ પાણી,૧\૨ ચમચી મીઠું ને ૧\૪ ચમચી હળદર ઉમેરી હલાવીને ઢાંકણ ઢાંકી ને ૩ સીટી બોલાવી લો.
- 2
ઘઉં નાં લોટ માં ૧ ચમચી રવો,સ્વાદ મુજબ મીઠું, ૧\૨ ચમચી લાલ મરચું,હળદર, ૧/૨ ચમચી હાથ થી ક્રશ કરી ને અજમો,૨ ચમચી તેલ ઉમેરી સરસ ભેળવી ને સરસ લોટ બાંધવો ને બાજુ પર રાખો.
- 3
હવે,જાડા તળિયા વાળી તપેલી માં ૧ ચમચી શુધ્ધ ઘી ને ૧ ચમચી તેલ ઉમેરી ને રાઈ,જીરું ઉમેરી ને તતડે એટલે હીંગ, આખું લાલ મરચું, લીમડાનાં પાન, જીણા સુધારેલા લીલાં મરચાં, જીણા સુધારેલા ટામેટાં ના કટકા, આદુ ની પેસ્ટ ઉમેરી ને સરસ હલાવી લો ને પછી ૧\૪ ચમચી મીઠું, ચપટી હળદર, ૧ ચમચી ધાણાજીરુ, ઉમેરી ને સરસ સાંતળો ને પછી તેમાં બાફેલા તુવરદાળ ને વલોવી ને ઉમેરી તેમાં ૩ થી ૪ કપ પાણી,બાફેલા શીંગદાણા ઉમેરી ને હલાવી લો.દાળ ને ઉકળવા દો.
- 4
હવે,લોટ ને સરસ મસળી લો ને એક સરખા સરસ લૂવા બનાવી ને પછી એક લૂવો લઈ ને મોટી ભાખરી વણી લઈ ને દવા ની ઢાંકણ થી ગોળ કાપી લો.
- 5
બધા લોટ ના લૂવા લઈ વણી ગોળાકાર કાપી રાખી લો.
- 6
દાળ ઉકળવા લાગે એટલે તેમાં બધી ઢોકળી તેમાં ઉમેરી ને થોડુંક તેલ ઉમેરી ને થવા દો,ઢોકળી ચડી જાય એટલે એમાં ગોળ ઉમેરી ને ઉકાળો.
- 7
પછી ગેસ બંધ કરી ઢોકળી માં કાપેલી કોથમીર ને લીંબુ નો રસ ઉમેરી હલાવો.
- 8
ગરમાગરમ દાળ ઢોકળી માં શીંગ તેલ કે શુધ્ધ ઘી ઉમેરી ને સર્વ કરો.
- 9
મેં દાળ ઢોકળી પીરસી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#cookpadindia#CookpadgujaratiWeek 1દાળઢોક્ળીYe Samjo Aur Samajavo Thode Me Mojj Manavo...DALDHOKLI Khao... PRABHU Ke Gun Gao... Ketki Dave -
-
-
-
દાળઢોકળી.(Dal Dhokli Recipe in Gujarati)
#CB1Post 1 ગુજરાત ની ખૂબ જ ફેમસ વાનગી છે.દાળઢોકળી એક વનપોટ મીલ વાનગી છે.ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે. Bhavna Desai -
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી બધાના ઘરમાં બનતી હોય છે ખાસ કરીને ગુજરાતી ઓ ના ઘરેથેપલા નો લોટ માં થી ઢોકળી બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week2 chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
#CB1Week-1ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Nita Dave
More Recipes
ટિપ્પણીઓ (8)