મઠિયા (Mathia Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમઠીયા નો લોટ
  2. 1 ચમચીઅજમો
  3. 1/2 કપદળેલી ખાંડ
  4. 1 ચમચીસફેદ મરચું
  5. 1 ચમચીશેકેલું મીઠું
  6. 1 ચમચીતેલ મોણ માટે
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કપ ગરમ પાણીમાં ખાંડ, સફેદ મરચું, મીઠું અને અજમો નાખીને બરાબર મિક્ષ કરી લેવું.

  2. 2

    હવે લોટમાં તેલનું મોણ નાખી મિક્સ કરી લેવું અને તેમાં ખાંડ વાળું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લેવો. પછી લોટને દસ્તાથી કુટવો. લોટને બંને હાથથી ખેંચો. આ રીતે લોટને જ્યાં સુધી નરમ અને કલર બદલાય જાય ત્યાં સુધી કરવું.

  3. 3

    હવે લોટના એકસરખા લુઆ પાડી લુઆને સહેજ તેલવાળા કરી ઢાંકણ ઢાંકીને તપેલીમાં મૂકી દેવા. હવે પાટલી ઉપર પ્લાસ્ટિક મૂકીને મઠીયા વણી લેવા

  4. 4

    પછી બધા મઠીયા ને તેલ માં મધ્યમ તાપે તળી એરટાઇટ ડબામાં ભરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes