લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#CB5
#Week5
#TC
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટ્ટપટા ટેસ્ટી લસણીયા બટાકા

લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

#CB5
#Week5
#TC
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટ્ટપટા ટેસ્ટી લસણીયા બટાકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ1/2 મિન
પાંચ વ્યક્તિ
  1. 12નાના બટાકા
  2. 1ઝીણી સમારેલી ડુંગળી
  3. 1ઝીણું સમારેલું ટમેટું
  4. 15લસણની કળી
  5. 5 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1તમાલપત્ર
  9. 1 ચમચીમીઠું
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1/2 ચમચીજીરૂ
  12. 1/2 ચમચીહિંગ
  13. 2સૂકા લાલ મરચા
  14. 1/2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ1/2 મિન
  1. 1

    સૌપ્રથમ 12 નાના બટાકા લેવા તેને કૂકરમાં પાણી નાખી ને ત્રણ વ્હીસલ વગાડી બાફવા બાફેલા બટેટાની છાલ ઉતારી એક ડીશ માં ગોઠવવા

  2. 2

    ત્યારબાદ બાફેલા બટાકા માં કાણા પાડી એક લોયામાં બે ચમચી તેલ લઇ ધીમે તાપે સાંતળવા તેમાં 1/2 ચમચી ચાટ મસાલો નાખો એક ચમચી ગરમ મસાલો નાખવો અને બે ચમચી મરચું 1/2 ચમચી મીઠું નાખવું જેથી બધા મસાલો ટમેટામાં મિક્સ થઈ જાય ત્યારબાદ એક લાલ ટામેટું સમાવવું એક ડુંગળી સમારવી અને 15 લસણની કડીમાં ૩ ચમચી મરચું બે પાણીમાં પલાળેલા લાલ મરચાં નાખીને ક્રશ કરવા અને તેની પેસ્ટ બનાવવી

  3. 3

    ત્યારબાદ એક લોયા માં ત્રણ ચમચી તેલ નાંખવાનું ગરમ કરી તેમાં 1/2 ચમચી જીરૂ નાખવું 1 તમાલપત્ર નાખો 1/2 ચમચી હિંગ નાંખવી તેલ ગરમ થયા પછી તેમાં સમારેલી ડુંગળી નાખી થોડું મીઠું નાખો અને તેને બે મિનિટ માટે સાંતળવું ત્યારબાદ ૧ સમારેલું ટમેટું નાખવું તેને બે મિનિટ સાંતળવું

  4. 4

    એક ચમચી મરચું 1/2 ચમચી હળદર 1 ચમચી ધાણાજીરૂ એક ચમચી ગરમ મસાલો 1/2 ચમચી મીઠું નાખીને એક મિનિટ માટે સાંતળો પછી તેમાં લસણની જે પેસ્ટ બનાવી છે તેને નરમ બનાવી આ મસાલામાં નાખવી ત્યારબાદ તેને સાંતળો તેમાં 1/2 કપ પાણી નાખો ત્યારબાદ મસાલામાં કોટ કરેલા બટાકા નાખવા અને તેમાં જે તેલ છૂટેલુ તેમાં સાંતળવા

  5. 5

    ત્યારબાદ બટાકા ઉપર બધો મસાલો ચડી જશે અને બટાકા મસાલા સાથે મિક્સ થશે આમ આપણા સ્વાદિષ્ટ ટેસ્ટી લસણીયા બટાકા તૈયાર થશે તેને એક બાઉલમાં કાઢી ઉપર કોથમીર થી ડેકોરેટ કરી સર્વ કરવા તેને પરોઠા ભૂંગળા બધા સાથે ખાઈ શકાય છે અને આ લસણીયા બટાકા એટલા બધા ટેસ્ટી બને છે કે વારંવાર ખાવાનું મન થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes