મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..
આવું શાક સરસ લાગે છે..

મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)

શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..
આવું શાક સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ મોટો બાઉલ મેથી,પાલક અને ચિચાની ભાજી
  2. ૨ નંગડુંગળી
  3. ૧ નંગટામેટું
  4. કળી લસણ ની કતરણ
  5. ૨ ચમચીતેલ
  6. ૧ ચમચીરાઈ જીરું
  7. ૧/૨ ચમચીહિંગ
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચો ધાણાજીરૂ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ત્રણેય ભાજી ને રનિંગ વોટર માં આખી ધોઈ લેવી..
    ત્યારબાદ પાણી નિતારી કાપી ને પાછું ચોખ્ખા પાણી થી ૨-૩ વાર ધોઈ નિતારી લેવી

  2. 2

    એક કઢાઈ માં તેલ લઇ રઈ જીરું હિંગ તતડાવી ડુંગળી લસણ અને ટામેટા ના કટકા નાખી સારી રીતે સાંતળી લેવા..

  3. 3

    ત્યારબાદ તેમાં 1/2 ગ્લાસ પાણી એડ કરી બધા મસાલા કરી લેવા અને પાણી ને ઉકળવા દેવું.

  4. 4
  5. 5

    હવે તેમાં ભાજી એડ કરી હલાવ્યા વગર ધીમાં તાપે ચડવા દેવું..,૨-૫ મિનિટ ઢાંકી ને ચડવ્યા બાદ ભાજી સોસવાઈ જશે, તે વખતે મસાલા સાથે ભાજીને હલાવી મિક્સ કરી લેવી અને પાછું ઢાંકીને ૨-૩ મિનિટ ચડવા દેવી..

  6. 6

    હવે, ભાજી નું પાણી પણ બળી ગ્યું હશે એટલે સરસ રીતે મિક્સ કરી લેવું.
    ભાજીનું શાક તૈયાર છે બાઉલ માં કાઢીને સર્વ કરો અને તમારા મનગમતા ભાણા સાથે આનંદ થી જમો..

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes