શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમોટા મોળા મરચાં
  2. 3 નંગલીંબુ નો રસ
  3. 2 ટેબલસ્પૂન- આખી રાઈ
  4. 1/2 ચમચી હળદર
  5. 2-3 ટેબલસ્પૂન મીઠું
  6. ચપટી હિંગ
  7. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ બધી સામગ્રી ભેગી કરી લો. હવે મરચાં ને ધોઈ ને સાફ કરી લો. ત્યારબાદ એને ગોળ કટ કરી લો.

  2. 2

    હવે રાઈ ને મિક્સર જારમાં અધકચરી ક્રશ કરી લો. પલ્સ મોડ પર જ ફેરવો.

  3. 3

    હવે એક મોટા બાઉલમાં કાપેલા મરચા લો. ત્યારબાદ તેની અંદર ક્રશ કરેલી રાઈ, ચપટી હિંગ અને હળદર ઉમેરો.

  4. 4

    મરચાના મિશ્રણમાં હવે લીંબુ અને મીઠું ઉમેરો.

  5. 5

    હવે એક વઘારીયુ લઈ એમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ લો. આ તેલને થોડું હલકું ગરમ થવા દો. તે ગરમ થાય એટલે ગેસ બંધ કરીને એ તેલને મરચાં આ મિશ્રણમાં મિક્સ કરી દો. હવે મળતા માં તેલ અને મસાલાને બરાબર મિક્સ કરીને એક એરટાઈટ કાચની બરણીમાં ભરી દો. કાચની બરણી ને થોડું ઉપર નીચે હલાવીને મસાલો મિક્સ કરતા રહેવું.

  6. 6

    તો રેડી છે હવે મસ્ત મજાના ચટપટા આથેલા મરચા.....😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર
Surat, Gujarat, India

Similar Recipes