ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)

megha vasani
megha vasani @cook_24467192
Junagadh
શેર કરો

ઘટકો

30મિનિટ
2-3 લોકો
  1. ખમણ માટે:-
  2. 2 વાટકા બેસન
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1ચપટી હળદર
  5. 3 ચમચીખાંડ
  6. 3-4 ચમચીલીંબું નો રસ
  7. 1& 1/2 ચમચી ઇનો
  8. 3 ચમચીતેલ
  9. 1& 1/2 વાટકો પાણી
  10. વઘાર માટે
  11. 2 ચમચીતેલ
  12. 1 ચમચીરાઈ
  13. 2જીણા સમારેલા મરચા
  14. 10 -12 પાનતાજો લીમડો
  15. 2 ચમચીખાંડ
  16. 1/2વાટકો પાણી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે 1 બાઉલમાં બેસન લેશું તેમાં મીઠું,હળદર,ખાંડ,લીંબું નો રસ, તેલ એડ કરીશું.પેહલા કોરૂ જ મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ તેમાં પાણી થોડુ થોડુ ઉમેરતા જાશું લમ્પસ ના પડે તેમ મિક્ષ કરીશું.

  2. 2

    બીજી બાજુ કડાઈ પ્રી હીટ માટે માટે મૂકીશું.તેમા પાણી એડ કરીશું.હવે જે પ્લેટ માં તમે ખમણ બનાવનાં હોવ તેને તેલ થી ગ્રીઝ કરશું.હવે લાસ્ટ મા બૅટર મા ઇનો ઉમેરી તરત જ મિક્ષ કરી થાળી માં એકસરખું પાથરી દેશું.

  3. 3

    હવે આપણે તેને 10-12 મિનિટ માટે ધીમી આંચ પર થવા દેશું.આવી રીતે જેટલી માત્ર માં તમે બનાવ્યૂ હોય તે મુજબ પ્લેટ બનાવી લેશું.

  4. 4

    આ ખમણ ની ખુબી એ છે કે જ્યારે તે ઠરશે એટલે આખૂ જ બાર આવી જશે.

  5. 5

    હવે વઘાર માટે તેલ ગરમ મૂકીશું.પેલાં રાઈ પ્રોપર તતડૅ પછી જ તેમા મરચા ની કટકી અને લીમડો એડ કરીશું.ત્યાર બાદ ખાંડ અને પાણી ઉમેરી ન જ્યારે એવુ લાગે કે યેલ્લોઇશ થય ગ્યૂ છે એટલે ગેસ બંધ કરી શું.આ વઘાર આપડી ખમણ ની પ્લેટ પર લગાવી દેશું.આને પાણી વાડા ખમણ પણ કેહવાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
megha vasani
megha vasani @cook_24467192
પર
Junagadh

Similar Recipes