ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#WDC

આપણા દેશમાં ઋતુ પ્રમાણે ફળો અને શાકભાજી ઉગે છે. ઋતુ મુજબ તેમનું સેવન કરવામાં આવે છે.
ઋતુ મુજબ અલગ અલગ વાનગીઓ કે પીણાં પણ બનાવવામાં આવે છે.
મહાશિવરાત્રિ કે હોળી પર ઠંડાઈ નું મહત્વ છે. આમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુઓના સ્વાસ્થ માટે ફાયદા છે.
બરાબર પલાળી અને લસોટીને ઠંડાઈ બનાવવામાં આવે છે.
અને તેને થોડા કલાકો પલાળીને રાખવામાં આવે છે જેથી મસાલા બરાબર ભળી શકે.
નાગરવેલના પાન થી આ ઠંડાઈમાં એક અલગ જ સ્વાદ આવે છે.

ઠંડાઈ બરાબર પલાળવામાં આવે તો જ તેની મજા માણી શકાય છે.

ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#WDC

આપણા દેશમાં ઋતુ પ્રમાણે ફળો અને શાકભાજી ઉગે છે. ઋતુ મુજબ તેમનું સેવન કરવામાં આવે છે.
ઋતુ મુજબ અલગ અલગ વાનગીઓ કે પીણાં પણ બનાવવામાં આવે છે.
મહાશિવરાત્રિ કે હોળી પર ઠંડાઈ નું મહત્વ છે. આમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુઓના સ્વાસ્થ માટે ફાયદા છે.
બરાબર પલાળી અને લસોટીને ઠંડાઈ બનાવવામાં આવે છે.
અને તેને થોડા કલાકો પલાળીને રાખવામાં આવે છે જેથી મસાલા બરાબર ભળી શકે.
નાગરવેલના પાન થી આ ઠંડાઈમાં એક અલગ જ સ્વાદ આવે છે.

ઠંડાઈ બરાબર પલાળવામાં આવે તો જ તેની મજા માણી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧૦-૧૨ ગ્લાસ
  1. ૨ લિટરદૂધ
  2. ૪૦૦ ગ્રામ સ્વીટ ક્ન્ડેન્સ મિલ્ક
  3. 👉🏻લીલો મસાલો (દૂધમાં રાત્રે પલાળવો)
  4. ૧૦૦ ગ્રામ મગજતરી બી
  5. ૧૦૦ ગ્રામ બદામ
  6. ૧૦૦ ગ્રામ કાજુ
  7. ૧૦૦ ગ્રામ પીસ્તા
  8. ૨ મોટી ચમચીવરિયાળી પાઉડર
  9. ૨ નાની ચમચીખસખસ
  10. 👉🏻સૂકો મસાલો
  11. નાની ચમચી કાળા મરી પાઉડર
  12. ૧/૨ નાની ચમચી ઇલાયચી પાઉડર
  13. ૧/૨ નાની ચમચીસફેદ મરી પાઉડર
  14. ૧ ચમચીપીપરીમૂળ પાઉડર / ગંઠોડા
  15. ૭-૮ કેસરના તાતણાં
  16. ૨ ચમચીગુલકંદ
  17. અન્ય
  18. ૨-૩ ચમચી રોઝ શરબત
  19. નાગરવેલના પાન (ખલમાં પીસેલા)
  20. ગુલાબની પાંખડીઓ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    લીલા મસાલાની બધી જ સામગ્રી દૂધમાં આખી રાત પલાળો.

  2. 2

    દૂધને ૩ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો. તેમાં કન્ડેન્સ મિલ્ક નાખી સતત હલાવો.બરાબર મીક્સ કરો.

  3. 3

    પલાળેલો લીલા મસાલાની એકદમ સ્મુધ પેસ્ટ કરો. આ પેસ્ટ દૂધમાં નાખો. ૩-૪ મિનિટ ઉકાળી ગેસ બંધ કરો.

  4. 4

    પેસ્ટ નાખ્યા બાદ દૂધ વધારે ન ઉકાળશો નહિ તો સુકામેવાનું તેલ છૂટશે.સુકો મસાલો નાખો.બરાબર ઠંડુ પડે એટલે ફ્રિજ માં ૨-૩ કલાક મુકો.

  5. 5

    નાગરવેલના પાન, ગુલાબની પાખડી અને રોઝ સીરપ નાખો. ફરી ૫-૬ કલાક ફ્રીજ માં રાખો.

  6. 6

    ઠંડાઈ એકદમ ઠંડી હશે અને મસાલા બધાજ પલળ્યા હશે તો જ સ્વાદની મજા આવશે.

  7. 7

  8. 8

  9. 9

    ઠંડી ઠંડી ઠંડાઇની મજા લો
    નોંધ - ક્ન્ડેસડ મિલ્ડની જગ્યાએ સ્વાદ મુજબ ખડી સાકર વાપરી શકાય. ખડી સાકર નાખો તો દૂધને વધુ સમય ઉકાળવું જેથી ધટ્ટ થાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes