મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

મિસળ પાવ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે વડોદરામાં પણ તે ખૂબ પ્રખ્યાત છે બંને જગ્યાએ મિસળ માં કઠોળ સાથે એક તરી આપવામાં આવે છે.. જેમાં તેલ ની અંદર લસણની ચટણી અને મરચું અને મસાલા નો વઘાર કરી પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકાળી અને આ વઘાર કઠોળમાં ઉપરથી ઉમેરવામાં આવે છે. અહીં મેં કુકરમાં જ વઘાર કરી વધારે પાણી ઉમેરી તરી અલગ કાઢી લીધેલી છે ..તરી નો અલગ વઘાર કર્યો નથી.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 કપમિક્સ કઠોળ (વાલ અને રાજમા સિવાય)
  2. 3 થી 4 મોટા ચમચા તેલ
  3. 2ટામેટાં ઝીણા સમારેલા
  4. 3ડુંગળી ઝીણી સમારેલી
  5. થી ૧૦ કળી લસણ ની પેસ્ટ
  6. 1 મોટી ચમચીઆદું-મરચાંની પેસ્ટ
  7. થી ૧૦ લીમડાના પાન
  8. 1 ચમચીમિસળ નો મસાલો
  9. 1 ચમચીમરચું
  10. ૧ નાની ચમચીહળદર
  11. 1/2 ચમચી હિંગ
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. 3 થી 4 કપ પાણી
  15. સર્વિંગ માટે
  16. 2 નંગપાઉ
  17. તીખું ચવાણું જરૂર મુજબ
  18. ડુંગળી છીણેલી જરૂર મુજબ
  19. લીંબુ અને કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મિક્સ કઠોળ અને આખી રાત પલાળી રાખો. પલાળતી વખતે એક ચમચી તેલ ઉમેરવું આમ કરવાથી કઠોળ જલ્દી પલળી જાય છે.

  2. 2

    એક કૂકરમાં ચારથી પાંચ મોટા ચમચા તેલ મૂકો તેલ ગરમ થાય એટલે ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં લસણ અને આદુ મરચાની પેસ્ટ અને લીમડો ઉમેરી 1 મિનીટ સાંતળો ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી ટમેટાની કચાસ દૂર થાય એટલી વખત સાંતળો બધા જ ડ્રાય મસાલા ઉમેરો સાથે પલાળેલા કઠોળ સારી રીતે ધોઈને તેને પણ ઉમેરો.

  3. 3

    હવે સ્વાદ પ્રમાણે મીઠું અને ૩ થી ૪ કપ જેટલું પાણી ઉમેરી કુકર બંધ કરી સાતથી આઠ સીટી વગાડી લો. કુકર ઠંડુ પડે એટલે ઠાકોર ખોલી તેને બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી લો ઉપર તેલ અને પાણી છૂટા પડે તેને અલગથી કાઢી લો.

  4. 4

    હવે સર્વિંગ બાઉલમાં કઠોળ તેના ઉપર બનાવેલી તરી ચવાણું ડુંગળી કોથમીર ભભરાવી પાઉ સાથે સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

Similar Recipes