કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad

ગરમી માં કેરી નો બાફલો એ ઉત્તમ cold drink ગણાય છે.તે શરીર ને ઠંડક આપે છેઅને ગરમી માં લુખ લાગવાથી પણ બચાવે છે.
અહી મે ચાસણી બનાવી ને બાફલો બનાવ્યો છે જે ફ્રીઝ માં ત્રણ થી ચાર મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોતોતા પૂરી કેરી
  2. સવા કિલો ખાંડ
  3. 1 ચમચીસંચળ પાઉડર
  4. થોડાકેસર ના તાંતણા
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 1 ચમચીમીઠું
  7. 1 કપફ્રેશ ફુદીના ના પાન
  8. ગ્રીન કલર / ગમતો હોય તો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને ધોઈ છોલી કુકર માં ચાર સિટી બોલાવી ગોટલા સાથે જ બાફી લો. ઠંડુ પડે એટલે બધો પલ્પ મિક્ષચર માં નાખી સાથે ફુદીના ના પાન, મરી પાઉડર,સંચળ પાઉડર,મીઠું નાખી ક્રશ કરો.

  2. 2

    બીજી બાજુ એક પેન માં ખાંડ લઈ ડૂબે એટલું પાણી નાખી ચાસણી બનાવી લો એક તાર થાય એટલે કેરી નો પલ્પ ગાળીને નાખવો.પછી ખદખદ વા દેવું.કેસર નાખવું, કલર નાખવો. ઘટ થાય એટલે ગેસ બંધ કરવો એકદમ ઠંડુ થાય પછી કાચ ની બોટલ માં ભરવું.મને કલર નથી ગમતો એટલે મે નથી નાખ્યો.

  3. 3

    જ્યારે પીવું હોય ત્યારે ગ્લાસ માં થોડા બરફ ના ટુકડા, નાખી બે ચમચી પલ્પ નાખી ઠંડુ પાણી રેડવું જરૂર પડે તો મીઠું નાખવું.અને પીવાની મઝા લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

Similar Recipes