પનીર મેગી મસાલા (Paneer Maggi Masala Recipe In Gujarati)

Chhaya Gandhi
Chhaya Gandhi @chhaya1974

પનીર મેગી મસાલા (Paneer Maggi Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ
  1. 200 ગ્રામપનીર
  2. 1મેગી મેજિક મસાલા
  3. 1/2 ટીસ્પૂનતાજુ આદુ
  4. 1/2 ટીસ્પૂનજીરું
  5. 1 ચમચીલોટ
  6. 3-4લસણની નાની કળી
  7. 1મધ્યમ ડુંગળી
  8. 2નાના ટામેટાં
  9. 2 ચમચીમલાઈ
  10. 4 ચમચીતેલ
  11. 2-3 ચમચીતાજુ દહીં
  12. 2-3તમાલપત્ર
  13. 1/2 ટીસ્પૂનહળદર પાઉડર
  14. 1/2 ચમચીધાણા પાઉડર
  15. 1/2 ટીસ્પૂનમરચું પાઉડર
  16. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પહેલા તવાને ગરમ કરો. તેમાં લોટ નાખો. ધીમી આંચ પર થોડીવાર પકાવો. ત્યાર બાદ બીજા પેનમાં 1/2 કપ તેલ ઉમેરો. તેમા લાલ મરચું, તમાલપત્ર, જીરું ઉમેરો. ધીમી આંચ પર બધાને ગરમ કરો. પછી તેમાં ડુંગળી ઉમેરીને 8-10 મિનિટ સુધી પકાવો. પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરો, 2-3 મિનિટ સુધી પકાવો.

  2. 2

    તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, મીઠું, જીરું પાઉડર, આદુ લસણની પેસ્ટ ઉમેરો. 10-12 મિનિટ ધીમી આંચ પર પકાવો. 2-3 ચમચી તાજું દહીં ઉમેરો અને સતત સરકો. સારી રીતે મિક્સ કરો અને 2-3 મિનિટ પકાવો.

  3. 3

    પછી તેમાં 1/2 ટીસ્પૂન મેગી મેજિક મસાલો ઉમેરો અને 1 મિનિટ પકાવો. તેમાં ચણાનો લોટ ઉમેરો. સારી રીતે ભેળવી દો. પછી તેમાં થોડું પાણી ઉમેરો.

  4. 4

    પછી તેમાં 200 ગ્રામ પનીર ઉમેરો. સારી રીતે ભેળવી દો. ઢાંકીને 1 મિનિટ માટે પકાવો.

  5. 5

    ગાર્નિશિંગ માટે થોડી તાજી કોથમીર ઉમેરો. પનીર મેગી મસાલા થે સર્વ કરવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Gandhi
Chhaya Gandhi @chhaya1974
પર

ટિપ્પણીઓ

Similar Recipes