ખાંડવી

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#RB7
Week 7
આ એક ગુજરાતી ફરસાણ છે જે ખૂબ ઓછા તેલ અને ઓછા મસાલાથી બને છે...જમણવાર માં અને સ્ટ્રીટફૂડ તરીકે પણ પીરસવામાં આવે છે. ...બેસન અને છાશ તેમજ રોજિંદા મસાલા થી બની જાય છે

ખાંડવી

#RB7
Week 7
આ એક ગુજરાતી ફરસાણ છે જે ખૂબ ઓછા તેલ અને ઓછા મસાલાથી બને છે...જમણવાર માં અને સ્ટ્રીટફૂડ તરીકે પણ પીરસવામાં આવે છે. ...બેસન અને છાશ તેમજ રોજિંદા મસાલા થી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપચણાનો લોટ/બેસન
  2. 3 કપખાટી છાશ
  3. 1 ચમચીઆદુ- મરચાની પેસ્ટ
  4. 1 ચમચીહળદર
  5. 1/2 ચમચીહીંગ
  6. 1 ચમચીમીઠું(જરૂર મુજબ)
  7. 1 ચમચીતેલ ગ્રીસ કરવા
  8. 3 ચમચીતેલ વઘાર માટે
  9. 1 ચમચીરાઈ
  10. 2 ચમચીસફેદ તલ
  11. ટુકડાલીલા મરચાના
  12. 2 ચમચીકોથમીર
  13. 1 ચમચીલાલ મરચું પાઉડર(ઓપશનલ)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વઘાર સિવાયની બધી સામગ્રી....છાશ, બેસન, હળદર, મીઠું, હીંગ, આદુમરચા ની પેસ્ટ એક વાસણમાં લઈ બ્લેન્ડર વડે મિક્સ કરી લો. એક નોનસ્ટિક પેન અથવા જાડા તળિયા વાળી કડાઈમાં લઈને ગેસ પર મૂકો.સ્લો ફ્લેમ પર રાખી તાવેથા વડે સતત ચલાવતા રહો.

  2. 2

    હવે મિશ્રણ ઘટ્ટ થવા લાગશે.... પરપોટા થવા લાગે અને હાથ ભારે ફરે એટલે તૈયાર થઈ ગયું છે એમ સમજવું.ગેસ બંધ કરી તેલ થી ગ્રીસ કરેલ સ્વચ્છ પ્લેટફોર્મ પર તાવેથા વડે મિશ્રણ ઝડપથી પાથરી દો...મનપસંદ સાઈઝમાં ઉભા કટ કરી રોલ વાળીને એક સર્વિંગ બાઉલમાં ગોઠવો.

  3. 3

    એક વઘારીયામાં તેલ મૂકી રાઈ તતડાવો...મરચાના ટૂકડા અને તલ ઉમેરી ખાંડવી ઉપર વઘાર પોર કરો..કોથમીરથી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes