ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#FFC1
#week1
#khaman_dhokala
#ફરસાણ
#ગુજરાતી
#ઇન્સ્ટન્ટ
#ચણાનોલોટ
#CookpadIndia
#COOKPADGUJRATI
ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 કપચણાનો કરકરો લોટ
  2. 1 કપછાશ
  3. 1ઇનો નું પેકેટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. પા ચમચી હળદર
  6. ૧ ચમચીખાંડ
  7. અડધો ચમચો તેલ
  8. અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ
  9. ઉપરથી વઘાર કરવા માટે:
  10. 1ચમચો તેલ
  11. અડધી ચમચી રાઈ
  12. ૧ ચમચીતલ
  13. 2લીલા મરચાં
  14. પા ચમચી હિંગ
  15. 1ડાળખી મીઠો લીમડો
  16. 1 ચમચીટોપરાનું છીણ
  17. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    છાશને હુંફાળી ગરમ કરી તેમાં ચણાના કરકરા લોટને ઉમેરી બરાબર મિક્સ કરીને વીસ મિનિટ ઢાંકીને રહેવા દો. પછી તેમાં ખાંડ, મીઠું, લીલા મરચાની પેસ્ટ, તેલ, ઉમેરી બરાબર મિક્સ કરી લો. બીજી તરફ ખમણ બાફવા માટે પાણીનું આંધણ મૂકી દો. પાણી ઉકળી જાય એટલે ચણાના લોટના ખીરામાં ઈનો ઉમેરી તેના ઉપર બે ચમચી પાણી ઉમેરી ખીરાને ફીણીને ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો.

  2. 2

    ખીરાની ઉપર લાલ મરચું ભભરાવીને પંદરથી વીસ મિનિટ માટે બાફી લો.

  3. 3

    ખમણની થાળી ખમણ બફાઈ જાય એટલે તેને બહાર કાઢી બેથી ત્રણ મિનિટ માટે રહેવા દો. પછી તેમાં કાપા કરી લો. હવે એક વધાર્યાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તેમાં બાકીની વઘારની સામગ્રી ઉમેરી દો. વઘાર ને બાફેલા ખમણ ઢોકળા ઉપર ફેલાવી દો.

  4. 4

    ખમણ એમાંથી વરાળ નીકળી જાય એટલે તેના પીસ કરીને સર્વ ડીશમાં લઈ લો.

  5. 5

    તૈયાર ખમણ ઢોકળા ને સર્વિંગ ડીશમાં લઈ ને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને કોપરાની છીણ ભભરાવીને ગાર્નિશ કરીને ચટણી સાથે સર્વ કરો.

  6. 6

    તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં છે.આ ફટાફટ તૈયાર થઇ જાય છે અને અચાનક જ મહેમાન આવે ત્યારે તમે બનાવીને પીરસી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (26)

Similar Recipes