ફ્રાઈડ વેજ રાઈસ (Fried Veg Rice Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#SD
#summer special dinner recipe
ઘરમાં જે વેજીસ હોય તેના ઉપયોગથી વેજ ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે. લંચ તથા ડિનર બંને માં લઇ શકાય છે.ખૂબ સરસ લાગે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપબાસમતી રાઈસ
  2. ૧ ચમચીઘી
  3. ૧ ચમચીજીરું
  4. ૨ કપપાણી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧/૨ ચમચીલીંબુનો રસ
  7. ફ્રાઈડ વેજ રાઈસ માટે
  8. ૨ ચમચીઘી
  9. ૧ ચમચીજીરું
  10. ૭-૮ કરી પતા
  11. ૧ નંગ સૂકું લાલ મરચું
  12. ૨ નંગ લીલા તીખા મરચા ઝીણાસમારેલા
  13. ૧/૨ ચમચીઆદુની પેસ્ટ
  14. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  15. ૧ નંગ બટેકુ ઝીણું સમારેલું
  16. ૧ નંગ ગાજર ઝીણું સમારેલું
  17. ૧ નંગ કેપ્સીકમ ઝીણા સમારેલા
  18. ૧ નંગ ટામેટું સમારેલું
  19. સ્વાદ અનુસારમીઠું
  20. થોડી કોથમીર સમારેલી
  21. ૧૦ કાજુ ના કટકા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ચોખાને સારી રીતે ધોઈ ૨૦ મિનિટ પલાળી રાખો હવે એક કડાઈ માં ચમચી ઘી મૂકી જીરૂ નાખીને પાણી નાખો પાણી ઉકળે એટલે મીઠું,લીંબુનો રસ અને પલાળેલા ચોખા નાખી ચડવા દો. પાંચથી સાત મિનિટ માં ૮૦ ટકા જેવા કુક થઈ જશે પછી ગેસ બંધ કરી દો.

  2. 2

    હવે કડાઈમાં બે ચમચી ઘી નાખી જીરાનો વઘાર કરી મીઠો લીમડો ના પાન આદુ અને મરચાં નાખી સમારેલા શાક નાખો મીઠું નાખી 5 મિનીટ પકાવો.

  3. 3

    હવે તેમાં કુક કરેલા રાઈસ નાખી બરાબર મિક્સ કરી કાજુ અને કોથમીર નાખો બે મિનિટ બાદ ગેસ બંધ કરી દો.સર્વિંગ પ્લોટમાં કાઢી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes