મહારાષ્ટ્રીઅન ઠેચા (Maharashtrian thecha recipe in Gujarati)

મહારાષ્ટ્રીઅન ઠેચા લીલા મરચા અને લસણ ના ઉપયોગ થી બનતી એક ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી છે જેને અધકચરી વાટવામાં આવે છે. આ ચટણીને વાટવા માટે સામાન્ય રીતે ખલ અને દસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના લીધે એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. પરંતુ ખલ ના હોય તો મિક્સરમાં પણ પલ્સ મોડ પર આ ચટણી બનાવી શકાય. લીલા મરચા ના ઠેચાને ભાખરી અથવા તો થાલીપીઠ સાથે સર્વ કરી શકાય.
મહારાષ્ટ્રીઅન ઠેચા (Maharashtrian thecha recipe in Gujarati)
મહારાષ્ટ્રીઅન ઠેચા લીલા મરચા અને લસણ ના ઉપયોગ થી બનતી એક ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી છે જેને અધકચરી વાટવામાં આવે છે. આ ચટણીને વાટવા માટે સામાન્ય રીતે ખલ અને દસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના લીધે એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. પરંતુ ખલ ના હોય તો મિક્સરમાં પણ પલ્સ મોડ પર આ ચટણી બનાવી શકાય. લીલા મરચા ના ઠેચાને ભાખરી અથવા તો થાલીપીઠ સાથે સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણાને મીડીયમ તાપ પર શેકી લેવા. ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લેવી.
- 2
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરવું. થોડું સાંતળી અંદર લીલા મરચાના ટુકડા અને લસણ ઉમેરીને મીડીયમ તાપ પર 5 થી 8 મિનીટ માટે સાંતળવું. હવે તેમાં ધાણા ઉમેરીને એક મિનીટ માટે સાંતળવું. ત્યારબાદ તેમાં શિંગદાણા અને મીઠું ઉમેરી બરાબર હલાવી લેવું અને ગેસ બંધ કરી દેવો. આ મિશ્રણને ઠંડુ થવા દેવું.
- 3
બધી વસ્તુઓને ખલ માં અથવા તો મિક્સરમાં અધકચરી વાટી લેવી. મહારાષ્ટ્રીઅન ઠેચા પરંપરાગત રીતે ખાંડણીમાં ઉમેરીને દસ્તા થી વાટવામાં આવે છે અને આ મિશ્રણને અધકચરું રાખવામાં આવે છે. પરંતુ જો ખાંડણી દસ્તો ના હોય તો મિક્સર જારમાં પલ્સ મોડ પર પણ આ મિશ્રણને અધકચરું વાટી ઠેચા બનાવી શકાય.
- 4
મહારાષ્ટ્રીઅન લીલા મરચા ના ઠેચા ને ભાખરી, થાલીપીઠ વગેરે વસ્તુઓ સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
-
મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe in gujarati)
ઠેચા એક મહારાષ્ટ્રીયન ચટણી છે. આ ચટણીમાં લીલા મરચાં , સીંગદાણા, લસણ , કોથમીર , જીરું અને મીઠા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ચટણી વાટીને બનાવવામાં આવે છે. આ ચટણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_guj#MAR#RB10 Parul Patel -
ઠેચા (maharastriyan Thecha recipe in gujarati)
#MAR#RB10ઠેચા એ એક મહારાષ્ટ્રીયન ચટણીની રેસીપી છે.જેલીલા મરચા અને લસણ માંથી બનાવવામાં આવે છે.અને ભાખરી,થાલીપીઠ અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી બની જાય છે. Hetal Vithlani -
મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : મહારાષ્ટ્રીયન ઠેચાઠેચા એ એક ટાઈપ ની ચટણી જ છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. અને જે લોકો તીખું ખાવાના શોખીન હોય એને તો ખાવાની મજા પડી જાય. Sonal Modha -
ઠેચા (Thecha Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન પરંપરાગત વાનગીની વાત કરીએ તો ઠેચા વગર તેમનું ભોજન થાળ અધૂરો છે. ઠેચા એ ચટણી, સોસ કે અથાણા ની જેમ જમવામાં સાઈડ ડિશ તરીકે ઉપયોગ માં લેવાય છે.જેમ ગુજરાતી થાળી અથાણા અને સંભારા વગર અધૂરી તેમ મહારાષ્ટ્રીયન પરંપરાગત થાળી ઠેચા વગર અધૂરી.ઠેચા લીલા મરચાં અને લાલ મરચા બંને નો ઉપયોગ કરી બનાવાય છે. તેની તીખાશ અને સીંગદાણાનો ક્રન્ચ મહારાષ્ટ્રીયન ભોજનમાં ચાર ચાંદ લગાડે છે. આ ચટણી ખરલ, ખારણી કે સિલ બટ્ટામાં બનતી હોવાથી વધુ ટેસ્ટી લાગે છે.હવે ફાસ્ટ લાઈફને ધ્યાને રાખી જેમ અથાણા, મસાલા, પાપડ, વડી વગેરે તૈયાર મળે છે તેમ ઠેચા પણ પેકેટમાં વેચાય છે. સમયની બચત અને ભોજનમાં સ્વાદ લાવવા આ ઠેચાનાં પેકેટ ની ખૂબ જ ડિમાન્ડ છે.પરંતુ ઘરની બનેલી અને તે પણ માના હાથે બનેલી વાનગીઓ નો જોટો ન જ જડે. કુકપેડ ચેલેન્જ ની મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ માટે આજે મેં પણ ઠેચા બનાવ્યું.. ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Do try friends.. You will love it.. Dr. Pushpa Dixit -
મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#Marathi _chatni Keshma Raichura -
-
મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
#MARગુજરાતી માં જેમ દરેક વ્યંજન માં ચટણી યુઝ કરીએ છીએ એમ મહારાષ્ટ્ર ના લોકો રોસ્ટ કરીને ખલ માં વાટીને કોરી ચતનિકબનાવે છે..એને ઠેચા કહેવાય છે. Sangita Vyas -
મહારાષ્ટ્રીય ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
#MAR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
થાલીપીઠ અને ઠેચા(Thalipeeth and Thecha Recipe In Gujarati)
#વેસ્ટમહારાષ્ટ્રમાં તેની વિશિષ્ટ રાંધણકળા અને પસંદગીના સ્વાદિષ્ટ ખોરાક છે.અહી હળવા મસાલાથી લઈ ભરપુર મસાલાથી બનતી વાનગીઓનું સંયોજન જોવા મળે છે.થાલીપીઠ અને ઠેચા એ મહારાષ્ટ્રીયન પરંપરાગત વાનગીઓ છે. ઠેચાએ એક પ્રકારની લીલા મરચા અને લસણથી બનતી ચટણી છે ..આ ચટણી લગભગ બધાજ મહારાષ્ટીયન લાોકોના ઘરે બને જ...થાલીપીઠ એ ખૂબ પ્રચલિત વાનગી છે . અનેક પ્રકારની દાળના લોટ અને મસાલા નાખી ને હાથથી થેપી થેપી ને બનાવવામાં આવેછે..દહીં અને ઠેચા જોડે પીરસવામાં આવે છે.ખાસિયત એની એ છે કે તેના પર કાંણા પાડવામાં આવે છે. હાથની એક પ્રકારની છાપ પણ ઉપસી આવે છે. જે આ વનગી ને વિશેષ બનાવે છે..ખરેખર મજા લેવા જેવી વાનગી છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ગ્રીન ચીલી ઠેચા(green chili thecha in gujarati,)
#વિકમીલ૧#સ્પાઈસી#તીખીઠેચા મહારાષ્ટ્ર ની એક પ્રખ્યાત ચટણી છે. તીખાશ , ખટાશ અને ખારાશ નો સંતુલિત સ્વાદ એટલે ઠે ચા ઠેચા ઘણા પ્રકાર ના હોઈ છે પણ લીલા મરચાં, લસણ અને જીરૂ મુખ્ય સામગ્રી છે. ઠેચા ને ચટણી તરીકે ઉપયોગ માં લેવાય છે અને થેપલાં, ભાખરી, પૂરી, પીઠલા ભાખરી વગેરે સાથે સર્વ કરવા માં આવે છે. પરંપરાગત રીતે બધી સામગ્રી ને ખાંડી દસ્તા માં ફૂટવા માં આવે છે. પણ આજ ના આધુનિક રસોઈઘર માં ચોપર અને ફૂડ પ્રોસેસર માં ક્રશ કરવા માં આવે છે. Vaibhavi Boghawala -
લીલા મરચાં ના ઠેચા (Green Chili Thecha Recipe In Gujarati)
#CTપૂને માં મરાઠી લોકો જમવા માં સાઇડ ડીશ તરીકે લસણની ડ્રાઇ ચટણી, ઠેચા, શેંગા (શીંગદાણા) ની ચટણી સર્વ કરે છે. અહીં ના ઠેચા ખૂબ જ ફેમસ છે. તો હરી મીચૅ ના ઠેચા બનાવીશું. Monali Dattani -
-
-
ઠેચા(thecha recipe in gujarati
#સાઈડઠેચા એ મરાઠી પારંપરિક ચટણી છે.. જે દરેક મહારાષ્ટ્રીયન ના ઘરમાં અચુક મળે જ.. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ઠેચા ચટણી (Thecha Chatani Recipe In Gujarati)
#વેસ્ટ#સાઇડઠેચા ચટણી એ મુંબઈ(મહારાષ્ટ્ર)ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. ત્યાં બધા લારીવાાળા પાસે અને બધાં સ્ટોરમાં પણ આસાનીથી મળી જાય છે.આ ચટણી લીલા મરચા અને લસણની બનાવવામાં આવે છે. આ ચટણીને પહેલા કૂંડીધોકા માં વાટીને બનાવવામાં આવતી. આ ચટણી ને આપણે વડાપાઉં,વડા,દાબેલી,સેન્ડવીચ વગેરે બધાં સાથે ખાય શકાય છે. સ્વાદમા થોડી તીખી પણ ખૂબ જ ટેસ્ટી બને છે.અહીં મેં આ ચટણી ને મિક્સદાળના ઢોસા સાથે સવૅ કરી છે. Chhatbarshweta -
મહારાષ્ટ્રીયન ઠેચા
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10મોટા ભાગના લોકોને ભોજન સાથે કાચા લીલા મરચા ખાવા ગમે છે અને તેનાથી ભોજનનો સ્વાદ પણ વધે છે. લીલા મરચાથી શાક, અથાણું અને ભરેલા મરચા જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. લીલા મરચાની ચટણી ખૂબ જ સરળતાથી બની જાય છે અને વધુ સમય પણ લાગતો નથી. તમે લીલા મરચાની ચટણીને કોઈપણ નાસ્તા સાથે ખાઈ શકો છો. મરાઠીમાં ચટણીને ઠેચોં કહે છે ,અને તે તેની રીત પણ અલગ છે ,લાલ અને લીલા બન્ને મરચાની ચટણીનો જમવામાં ઉપયોગ કરાય છે , મેં અહીં ઉપર થી ડુંગળી ઉમેરી છે જેના કારણે સ્વાદ ખુબ જ સરસ લાગે છે .ટોપરું કે શીંગ પણ ઉમેરી શકાય છે . Juliben Dave -
-
મહારાષ્ટ્રીયન ઠેચા
#MAR#JR#લીલા મરચાં#લસણ#સીંગદાણા#cookpadindia#cookpadgujarati મહારાશરાષ્ટ્ર માં ઠેચા હોય જ છે તે એક ચટણી જ છે તે જુવાર ની રોટી,ભાખરી,પરાઠા સાથે સારી લાગે છે. Alpa Pandya -
ઠેચા (Thecha Recipe In Gujarati)
આ એક મરાઠી ચટણી છે જે મરચા,લસણ થી બને છે જે ખુબજ સરસ લાગે Prachi Gaglani -
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા મરચા ના ઠેચા (green chilli thecha recipe in gujarati)
#GA4#Week13મહારાષ્ટ્ર ની આ લીલા મરચાં માંથી બનતી એક ચટણી કહી શકાય જે થેપલા કે ભાખરી સાથે ખાઈ શકાય.. Neeti Patel -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
પંચમેલ દાળ પાંચ જાતની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રેસિપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. આ દાળ રોટલી કે ભાત સાથે પીરસી શકાય. પંચમેલ દાળ દાલબાટી અને ચુરમા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FFC6#cookpadindia#cookpad_gu spicequeen -
-
મહારાષ્ટ્રીયન ઠેચા - ઝનઝનીત હિરવી મિર્ચી લસૂન ઠેચા
# મહારાષ્ટ્રીયનઠેચા#ઝનઝનીતહિરવીમિર્ચીલસૂનઠેચા#MAR#મહારાષ્ટ્રીયનરેસીપી#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઝનઝનીત હિરવી મિર્ચી લસૂન ઠેચા -- આ મહારાષ્ટ્ર ની અધકચરી વાટેલી ફેમસ ચટણી નો પ્રકાર છે . પથ્થર ની ખાંડણી દસ્તા થી કૂટી ( ઠેચી ) ને જ બનાવાય છે . તેથી મરાઠી ભાષા માં *ઠેચા* કહેવાય છે . ઠેચા સાઈડ ડીશ તરીકે રોટલી, ભાખરી સાથે અચૂક ખવાય છે . શાક ની પણ ગરજ સારે છે . Manisha Sampat -
મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
@Hemaxi79 ની રેસીપી માંથી પ્રેરણા લઈને તૈયાર કરેલ છે Riddhi Dholakia -
-
ભીંડી ઠેચા (Okra Thecha Recipe in Gujarati)
#SVC#bhindithecha#bhindachutney#thecha#cookpadgujaratiઠેચા એ મહારાષ્ટ્રની એક પ્રખ્યાત ચટણી છે. તીખાશ, ખટાશ અને ખારાશ નો સંતુલિત સ્વાદ એટલે ઠેચા. ઠેચામાં લીલા મરચાં, કોથમીર, લસણ અને જીરૂ એ મુખ્ય સામગ્રી છે. પરંપરાગત રીતે આ તમામ સામગ્રીને એક ખલમાં લઈ કુટવામાં આવે છે. આજે મેં અહીં ભીંડાનાં ઠેચાની રેસિપી શેર કરી છે જે શાક કરતાં પણ વધારે સ્વાદિષ્ટ લાગે છે. ભીંડી ઠેચાને થેપલાં, ભાખરી, પૂરી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. Mamta Pandya -
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
આ ચટણી વિશે પહેલા સાંભળ્યું હતું પરંતુ મને હંમેશા લાગતું કે એનો સ્વાદ કેવો આવતો હશે? પરંતુ જ્યારે મેં ટ્રાય કરી ત્યારે મને ખરેખર એનો સ્વાદ ગમ્યો. આ એક ખૂબ જ સરળ રેસિપી છે જે ઘરમાં જ હાજર વસ્તુઓથી બની જાય છે. આ ચટણીને મુખ્ય ભોજન સાથે સાઇડ ડિશ તરીકે અથવા તો પૂરી, પરાઠા વગેરે સાથે બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય.#MFF#cookpadindia spicequeen -
લાલ લીલાં મરચાં નો ઠેચો (Red Green Chilli Thecha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#chilliઠેચો એ મહારાષ્ટ્ર માં બનતી એક જાત ની ચટણી નો જ પ્રકાર છે.એ ખરબટ્ટા માં વાટી ને બનાવાય છે . એકલા લીલા મરચા નો પણ બને છે .મુખ્યત્વે તીખા મરચા આમાં વપરાય છે . આ ઠેચો શાક ની ગરજ પણ સારે છે .મારા ઘરમાં બધા ને બહુ ભાવે છે .. Keshma Raichura -
મેથી થાલીપીઠ (Methi thalipeeth recipe in Gujarati)
થાલીપીઠ મહારાષ્ટ્રીયન રેસીપી છે જે અલગ-અલગ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થાલીપીઠ નાસ્તા તરીકે દહીં, અથાણું અને ઢેચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસિપીનો લાઈટ મીલ તરીકે પણ ઉપયોગ કરી શકાય.#MAR#RB10#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (5)