રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 વ્યકિત માટે
  1. 1 કપઆઠથી દસ કલાક માટે પલાળેલા મગ મઠ
  2. 1ચમચો તેલ
  3. 1ચમચો મિસળ નો મસાલો
  4. પા ચમચી હિંગ
  5. પા ચમચી હળદર
  6. અડધી ચમચી લાલ મરચું પાવડર
  7. પા ચમચી સુંઠ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. તરી બનાવવા માટે:
  11. 1ટામેટુ
  12. 2ચમચા તેલ
  13. પા ચમચી હિંગ
  14. પા ચમચી હળદર
  15. આઠથી દસ કલાક સૂકાં લાલ મરચા
  16. અડધી ચમચી ગરમ મસાલો
  17. ૧ ચમચીલાલ મરચું પાવડર
  18. મીઠું સ્વાદાનુસાર
  19. સાથે સર્વ કરવા માટે: નમકીન,પાવ,સેવ,લીંબુનો રસ, તળેલી સિંગ, તીખી ચટણી, મીઠી ચટણી ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    એક પ્રેશર કુકરમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ ઉમેરી બધા જ કોરા મસાલા ઉમેરી તેની સાથે છીણેલું ટામેટુ ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે સાંતળો હવે તેમાં મગ અને મઠ ઉમેરી 1 થી 2 વ્હીસલ સુધી બાફી લો. જરૂર મુજબ પાણી ઉમેરી થોડો પાતળો રસો કરી લેવો. ગેસ બંધ કરીને તેમાં લીંબુનો રસ મેળવી લો.

  2. 2

    બધીજ સામગ્રી મિક્સર જારમાં ક્રશ કરી લો એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ ઉમેરી તૈયાર પેસ્ટ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો પછી તેમાં 4 કપ પાણી ઉમેરી ચારથી પાંચ મિનિટ માટે ઉકાળો.

  3. 3

    સર્વિંગ બાઉલમાં તૈયાર મિસળ લઇ ઉપરથી તરી, બંને ચટણી, નમકીન, ઝીણી સેવ વગેરે ઉમેરી તેને પાઉં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes