દમ દાલ-ખીચડી હાંડી - દહીં કઢી (Dum Dalkhichadi Handi & Dahi kadhi recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

દમ દાલ-ખીચડી હાંડી - દહીં કઢી (Dum Dalkhichadi Handi & Dahi kadhi recipe in Gujarati) (Jain)

11 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 કપચોખા
  2. 1 કપતુવેર દાળ
  3. ૪ ચમચીઘી
  4. 1ટમેટું ઝીણું સમારેલું
  5. 2લીલા મરચા ઝીણા સમારેલા
  6. પા કપ લીલા વટાણા દાણા
  7. ડાળખી મીઠો લીમડો
  8. પા ચમચી હિંગ
  9. ૧ ચમચીજીરું
  10. 4 નંગલવિંગ
  11. 2-3 ટુકડાતજ
  12. 2સૂકા લાલ મરચાં
  13. 1તમાલપત્ર
  14. અડધી ચમચી હળદર પાવડર
  15. 2 ચમચીલાલ મરચું પાવડર
  16. અડધી ચમચી ગરમ મસાલો
  17. 1 ચમચીગોળ
  18. 2 ચમચીસિંગદાણા
  19. 1 ચમચીલીંબુનો રસ
  20. 1 વાટકીઝીણી સમારેલી કોથમીર
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. ડબલ તડકા માટે:
  23. 2 ચમચીઘી
  24. 1જાડુ લીલુ મરચું
  25. 1ડાળખી મીઠો લીમડો
  26. અડધી ચમચી જીરૂ
  27. ૧ ચમચીકસુરી મેથી
  28. પા ચમચી હિંગ
  29. પા ચમચી લાલ મરચું પાવડર
  30. દમ આપવા માટે:
  31. 1કોલસો
  32. 1 મોટી ચમચીઘી
  33. દહીની કઢી બનાવવા માટે:
  34. અઢીસો ગ્રામ દહીં
  35. 2 ચમચીઘી
  36. અડધી ચમચી આખું જીરૂ
  37. 1ડાળખી મીઠો લીમડો
  38. 2લીલા મરચા ઝીણા સમારેલા
  39. પા ચમચી હિંગ
  40. પા ચમચી લાલ મરચું પાવડર
  41. અડધી ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દાળ અને ચોખાને ધોઈને અલગ અલગ પલાળવા. પછી કૂકરમાં એક જ વ્હીસલ થી દાણો સહેજ કડક રહે એ રીતે અલગ-અલગ બાફી લેવા. ચોખા બાફતી વખતે ભેગા લીલા વટાણા બાફી લેવા.

  2. 2

    એક ગેસ ઉપર કોલસો ગરમ કરવા મૂકો બીજા ગેસ ઉપર માટીના હાંડલા માં ઘીનો વઘાર મૂકો. તેમાં જીરું, તજ, લવિંગ, આખા લાલ મરચા, તમાલપત્ર, મીઠો લીમડો અને લીલા મરચા ઉમેરી 1 મિનીટ માટે સાંતળો. હવે તેમાં હિંગ, ટામેટા, સીંગદાણા અને બાકીના કોરા મસાલા ઉમેરીને બે મિનિટ માટે સાંતળો.

  3. 3

    હવે તેમાં બાફેલી તુવેરની દાળ ઉમેરીને ૨ કપ પાણી ઉમેરો પછી સ્વાદ અનુસાર મીઠું અને વટાણા સાથે બાફેલા ચોખાને પણ ઉમેરી બધું બરાબર મિક્સ કરી ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે કૂક કરો. હવે તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લો સાથે લીંબુનો રસ અને કોથમીર પણ ઉમેરી દો.

  4. 4

    એક વઘારીયા માં ઘીનો વઘાર મૂકી તેમાં ડબલ તડકા માટેના વગર ની બધી જ સામગ્રી ઉમેરીને પછી આ વઘારને દાલ ખીચડી પર રેડી દો.

  5. 5

    હવે વચ્ચે એક ડિશ મૂકી તેમાં ગરમ કરેલો કોલ મૂકી તેના ઉપર ઘી ઉમેરો અને કંડલાને ઢાંકી દો અને ગેસની ફ્લેમ બંધ કરી દો. લગભગ 10 મિનિટ માટે ઢાંકી રાખવું જેથી દમ ની બધી જ ફ્લેવર દાલ ખીચડી માં આવી જાય.

  6. 6

    દહીની કઢી બનાવવા માટે:
    સૌ પ્રથમ દહીંને વલોવીને તેમાં મીઠું ઉમેરી દો. હવે એક તાંસળામાં ઘીનો વઘાર મૂકી તેમાં જીરુ ઉમેરો. જીરું તતડે એટલે તેમાં લીલા મરચાં, સૂકું લાલ મરચું,મીઠો લીમડો, હિંગ અને ચપટી લાલ મરચું પાવડર ઉમેરી તેમાં દઈને ઉમેરો અને બરાબર મિક્સ કરો અને દહી ગરમ થાય એટલે ગેસ બંધ કરી લો.

  7. 7

    તૈયાર દમ દાલ ખીચડી હાંડી ને દહીં, મરચા તથા પાપડ સાથે સર્વ કરો.

  8. 8

    તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ નાના-મોટા સૌને પસંદ પડે તેવી અને એકદમ flavorful દમ દાલ ખીચડી હાંડી અને સાથે દહીં ની કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
વિન્ટર-સ્પેશિયલ હોટ ચોકલેટ ક્રિસમસ બીટરૂટ કટલેટ લિસ્ટ ઝૂમ સેશન Masterchef આ બધા અંગ્રેજી શબ્દો ઉપરાંત અન્ય કયાં અંગ્રેજી શબ્દો વાળી વાનગી "માન્ય ગણાશે" તેની સ્પષ્ટતા, "રસોઇ-પૃષ્ઠ" ની "વ્યવસ્થાપક મંડળી" સત્વરે કરે તે આજની અણમોલ ઘડીની અતિ આવશ્યક પ્રાસંગિકતા છે. અન્યથા કદાચિત એવું ન ઘટિત થાય કે શુદ્ધ સ્પષ્ટ ગુજરાતી ભાષા ને રસોઇ-પૃષ્ઠ નિષ્ણાંતોના ઘોર નિબીડ તમસમય જ્ઞાનવિહીન નિસ્તેજ વૈચારિક વ્યાપાર વિનિમય ના પરિણામ સ્વરૂપે, એક પણ યોગ્ય વ્યંજન ની પુણ્ય પ્રાપ્યતાના અનુચિત અભાવે, રસ રંજન કાજે નિર્મિત પ્રવૃત્તિ નું શતમુખી વિનિપાતે કાળભક્ષિત કરૂણ કલાંતમય કપોત પતન થઇને પુનીત પ્રાણપંખેરૂનું પિંજરભંગ થાય.

Similar Recipes